ગુજરાત કોંગ્રેસના વધુ એક MLA નું રાજીનામું, ભાજપમાં ભળશે ?
Arvind Ladani : લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસ (Congress) ને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે પણ બીજી તરફ તેમની જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ (BJP) સાથે જોડાઇ રહ્યા છે. કોંગ્રેસને બેક ટૂ બેક બાય બાય કહેતા નેતાઓમાં વધુ એક નામ અરવિંદ લાડાણી (Arvind Ladani) નું સામે આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, તેઓ જલ્દી જ ભાજપમાં જોડાઇ શકે છે.
રાહુલની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને ફરી ઝટકો
કોંગ્રેસના માણાવદરથી ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) એ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) ના નિવાસસ્થાને પહોંચી રાજીનામું (Resign) આપ્યું છે. સૌથી મોટી વાત એ છે કે, એક તરફ જ્યા કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, અને બીજી તરફ તેમની જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટીને બાય બાય કહીને ભાજપ (BJP) માં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) માં કોઇ જોડાય કે ન જોડાય પણ ગુજરાતમાં હાલમાં સ્થિતિ એવી છે કે, પાર્ટીના નેતાઓ જ રાજીનામું (Resign) આપી ભાજપમાં જોડાઇ રહ્યા છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચી આપ્યું રાજીનામું
5 માર્ચના રોજ ચાર નેતાઓ ભાજપમાં જોડાયા હતા. જેમા એક અંબરીશ ડેર, અર્જુન મોઢવાડિયા, મૂળુભાઈ કંડોરિયા અને ધર્મેશ પટેલ જેવા નામ સામેલ છે. હવે આજે સૌરાષ્ટ્રમાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) એ રાજીનામું આપી દીધું છે. જણાવી દઇએ કે, આજે અરવિંદ લાડાણી (Arvind Ladani) એ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) સાથે ગુપ્ત બેઠક યોજી હતી. જે બાદ હવે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) ના નિવાસસ્થાને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા (Sanjay Koradia) ની હાજરીમાં રાજીનામું આપ્યું હતું.
કોણ છે અરવિંદ લાડાણી ?
અરવિંદ લાડાણી માણાવદરના કોડવાવથી આવે છે. કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્ય છેલ્લા 35 વર્ષથી રાજકારણ સાથે જોડાયેલા છે. અરવિંદ લાડાણી (Arvind Ladani) જિલ્લા પંચાયતની મટીયાણા સીટના કાર્યકારી સભ્ય હતા. અગાઉ તેઓ ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. લાડાણી 2019 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
આ પણ વાંચો - CR Patil : આજે સૌથી વધુ ગુજરાતમાં દરેક પક્ષના નેતાઓ ભાજપમાં બિનશરતી આવવા માગે છે
આ પણ વાંચો - Arjun Modhwadia Exclusive Interview : ભાજપનો ખેસ પહેર્યા બાદ અર્જુન મોઢવાડિયાનું સૌથી પહેલું ઈન્ટરવ્યુ
આ પણ વાંચો - Gujarat Congress : વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું ‘રામ રામ’, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું