Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપના વધુ એક સાંસદનું નિધન

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) વચ્ચે ભાજપ (BJP) ને એક મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી અનુસાર, ભાજપના વધુ એક સાંસદનું નિધન (Death of MP) થયું છે. કર્ણાટકના ભાજપ સાંસદ વી. શ્રીનિવાસ (Karnataka BJP MP V. Srinivasa passed away) નું...
લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપના વધુ એક સાંસદનું નિધન

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) વચ્ચે ભાજપ (BJP) ને એક મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી અનુસાર, ભાજપના વધુ એક સાંસદનું નિધન (Death of MP) થયું છે. કર્ણાટકના ભાજપ સાંસદ વી. શ્રીનિવાસ (Karnataka BJP MP V. Srinivasa passed away) નું રવિવારે મોડી રાત્રે ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં નિધન થયું હતું. ચામરાજનગર બેઠક (Chamarajanagar Seat) થી સાંસદ શ્રીનિવાસ છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. મળતી માહિતી મુજબ, શ્રીનિવાસ પ્રસાદ છેલ્લા 4 દિવસથી ICUમાં હતા.

Advertisement

ઘણી બિમારીઓથી પીડિત હતા BJP સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદ

કર્ણાટકના ચામરાજનગરના બીજેપી સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદ છેલ્લા ઘણા દિવસોથી બિમારીઓથી પીડિત હતા. તેમની તબિયત બગડ્યા બાદ તેમને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમનું મોત થયું હતું. જણાવી દઈએ કે તેમણે હાલમાં જ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી. તેઓ 5 વખત ચામરાજનગરથી સાંસદ અને 2 વખત ધારાસભ્ય રહ્યા હતા. શ્રીનિવાસ પ્રસાદ ચામરાજનગરથી 7 વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ મૈસુર જિલ્લાની નંજનગુડ બેઠક પરથી 2 વખત ધારાસભ્ય પણ રહ્યા હતા. આ વર્ષે માર્ચમાં તેણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની પણ જાહેરાત કરી હતી. આ સાથે તેમણે તેમની 50 વર્ષની લાંબી રાજકીય કારકિર્દીનો અંત કર્યો.

  • BJPના સાંસદ વી શ્રીનિવાસનું 76 વર્ષે નિધન
  • છેલ્લા 4 દિવસથી ICUમાં સારવાર હેઠળ હતા
  • કર્ણાટકના ચામરાજનગરથી સાંસદ હતા શ્રીનિવાસ
  • 7 વખત સાંસદ, 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા

Advertisement

કોંગ્રેસમાં પણ જોડાઈ ચુક્યા છે

શ્રીનિવાસે પોતાની રાજકીય કારકિર્દી 1976માં જનતા પાર્ટીથી શરૂ કરી હતી. આ પછી તેઓ 1979માં કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં જોડાતા પહેલા તેઓ જેડીએસ, જેડીયુ અને સમતા પાર્ટીમાં પણ હતા. શ્રીનિવાસનો જન્મ 6 જુલાઈ 1947ના રોજ અશોકાપુરમ, મૈસૂરમાં થયો હતો. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રથમ ચૂંટણી લડ્યા હતા. તેઓ બાળપણથી જ સંઘ અને ABVP માં સક્રિય હતા. તેઓ તેમના જીવનકાળમાં કુલ 14 ચૂંટણી લડ્યા હતા, જેમાંથી તેમણે 8માં જીત મેળવી હતી. તેઓ ચમરાજનગરથી 9 લોકસભા ચૂંટણી લડ્યા હતા અને 6 જીત્યા હતા. ભાજપના દિવંગત સાંસદ 1999માં તત્કાલીન PM અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. આ સિવાય તેઓ કર્ણાટકના મહેસૂલ મંત્રી પણ હતા.

એક મહિનામાં આ ત્રીજા ભાજપના સાંસદનું નિધન

24 એપ્રિલે હાથરસ, યુપીના ભાજપના વિદાય લેતા સાંસદ રાજવીર સિંહ દિલેરનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમના પિતા કિશનલાલ દિલેર પણ હાથરસથી 4 વખત સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે ભાજપે તેમની ટિકિટ રદ્દ કરીને હાથરસ અનુપ વાલ્મિકીને ઉમેદવાર બનાવ્યા છે. રાજવીર દિલેર પહેલા, 20 એપ્રિલે, મુરાદાબાદથી લોકસભાના ઉમેદવાર કુંવર સર્વેશનું દિલ્હી એમ્સમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. આ ચૂંટણીમાં પણ તેઓ મુરાદાબાદથી ભાજપના ઉમેદવાર હતા. આવી સ્થિતિમાં જો તેઓ ચૂંટણી જીતી જશે તો આ બેઠક પર ફરીથી ચૂંટણી યોજવી પડશે.

Advertisement

આ પણ વાંચો - UP : હાથરસ લોકસભા સીટના BJP સાંસદ રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન…

આ પણ વાંચો - Abhradeep Saha : મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે જાણીતા YouTuber નું નિધન…

Tags :
Advertisement

.