Vadodra: 24 કલાકમાં અકસ્માતનો બીજો બનાવ, કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
- વડોદરા શહેર માં વધુ એક અક્સ્માત નો બનાવ
- ગોત્રી ઇ એસ આઈ હોસ્પિટલ પાસેની ઘટના
- કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો
વડોદરા શહેરમાં ગત રોજ કાર ચાલક દ્વારા નશાની હાલતમાં વાહનોને અડફેટે લીધા હતા. જે ઘટનાને હજુ 24 કલાક જેટલો સમય થયો છે. ત્યાં ફરી એક કાર ચાલક દ્વારા અકસ્માત સર્જતા હવે રાહદારીઓને ઘરની બહાર નીકળતા પણ બીક લાગી રહી છે.

કાર ડીવાઈડર પર ચઢી જતા પલ્ટી મારી ગઈ
વડોદરા શહેરમાં ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કાર ચાલકે સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ડીવાઈડર પર ચઢી જતા પલ્ટી મારી ગઈ હતી.
કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અકસ્માતનાં પગલ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. કાર ચાલકને ગોત્રી પોલીસ મથકે લઈ જવાયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કાર ચાલક નશામાં હતો.
આ પણ વાંચોઃ Surat: પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે હાથ ધરી કાર્યવાહી, વેપારીઓને ફટકાર્યો દંડ
સ્થાનિક
ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા
અકસ્માત સર્જાતા સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ કારમાં રહેલ વ્યક્તિને બહાર કાઢ્યો હતો. તેમજ આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. કાર પલ્ટી ખાઈ જતા થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad: પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી હોસ્પિટલમાં દાખલ, આરોગ્યમંત્રી ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા