Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ બંધને સફળતા મળતા હવે કોંગ્રેસ.....

Gujarat Congress Announcement : 25 જૂને મંગળવારે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) આપેલા રાજકોટ બંધના એલાન બાદ હવે ગુજરાત કોંગ્રેસે આજ મુદ્દે મહત્વની જાહેરાત ( Announcement) કરી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોન મામલે કોંગ્રેસની લડત ચાલું જ...
રાજકોટ બંધને સફળતા મળતા હવે કોંગ્રેસ

Gujarat Congress Announcement : 25 જૂને મંગળવારે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) આપેલા રાજકોટ બંધના એલાન બાદ હવે ગુજરાત કોંગ્રેસે આજ મુદ્દે મહત્વની જાહેરાત ( Announcement) કરી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોન મામલે કોંગ્રેસની લડત ચાલું જ રહેશે. રાજકોટ બંધની સફળતા બાદ કોંગ્રેસે હવે ગાંધીનગર કૂચ યોજવાની જાહેરાત કરી છે.

Advertisement

રાજકોટ સંપૂર્ણપણે સજ્જડ બંધ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો એક મહિનો પૂર્ણ થતાં 25 જૂને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધના એલાનની જાહેરાત કરાઇ હતી. રાજકોટ બંધના એલાનના પગલે રાજકોટ સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યું હતું અને તમામ વેપારી સંગઠનોએ બંધના એલાનને ટેકો આપીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ગુજરાત કોંગ્રેસે પીડિતોને વધુ વળતર ચૂકવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

કોંગ્રેસ દ્વારા હવે ગાંધીનગર કૂચ યોજવાની જાહેરાત

રાજકોટ બંધના એલાનને સફળતા મળતાં રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે હવે મહત્વનો નિર્ણય કર્યો છે. સુરત અગ્નિકાંડને લઇે કોંગ્રેસની લડત યથાવત રહી છે. કોંગ્રેસ દ્વારા હવે ગાંધીનગર કૂચ યોજવાની જાહેરાત કરાઇ છે.

Advertisement

વડોદરા દુર્ઘટના, મોરબી કાંડ અને સુરત કાંડના પીડિત પરિવારોને પણ ગાંધીનગર કૂચમાં હાજર રખાશે

કોંગ્રેસ હવે પીડિત પરિવારોને સાથે રાખીને આગાી સમયમાં ગાંધીનગર કૂચ કરશે. રાજકોટના પીડિતો ઉપરાંત વડોદરા દુર્ઘટના, મોરબી કાંડ અને સુરત કાંડના પીડિત પરિવારોને પણ ગાંધીનગર કૂચમાં હાજર રખાશે.

આગામી એક સપ્તાહમાં ગાંધીનગર કૂચની જાહેરાત

જો કે હાલ ગાંધીનગર કૂચની તારીખ જાહેર કરાઇ નથી પણ આગામી એક સપ્તાહમાં ગાંધીનગર કૂચની તારીખની જાહેરાત કરવામાં આવશે તેમ કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો------ Rajkot GameZone tragedy : એક માસ પૂર્ણ થતાં કોંગ્રેસનું રાજકોટ બંધ, તપાસ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી

આ પણ વાંચો----- Rajkot Bandh: ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે આજે રાજકોટ બંધનું એલાન

Tags :
Advertisement

.