Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકલેશ્વર: ઉદ્યોગપતિએ બિલ્ડર પાસેથી હાથ ઉછીના 6 કરોડ લઈ પરત ન કર્યા, બિલ્ડરે નોંધાવી ફરિયાદ

અહેવાલ-દિનેશ મકવાણા ભરૂચ    ભરૂચ જિલ્લામાં ઉદ્યોગપતિઓ દેવામાં ઉતરતા જ હાથ ઉછીના રૂપિયા લઇ રૂપિયા આપનારને છેતરવાનું ષડયંત્ર રચતા હોય છે તેમાંનો જ એક ભોગ ભરૂચ જિલ્લાનું બિલ્ડર બન્યો છે જેણે હોટલમાં જમવાનું આમંત્રણ સ્વીકારી 6 કરોડ હાથ ઉછીના આપી...
અંકલેશ્વર  ઉદ્યોગપતિએ બિલ્ડર પાસેથી હાથ ઉછીના 6 કરોડ લઈ પરત ન કર્યા  બિલ્ડરે નોંધાવી ફરિયાદ

અહેવાલ-દિનેશ મકવાણા ભરૂચ 

Advertisement

ભરૂચ જિલ્લામાં ઉદ્યોગપતિઓ દેવામાં ઉતરતા જ હાથ ઉછીના રૂપિયા લઇ રૂપિયા આપનારને છેતરવાનું ષડયંત્ર રચતા હોય છે તેમાંનો જ એક ભોગ ભરૂચ જિલ્લાનું બિલ્ડર બન્યો છે જેણે હોટલમાં જમવાનું આમંત્રણ સ્વીકારી 6 કરોડ હાથ ઉછીના આપી રૂપિયા પરત નહી મળતા ઉદ્યોગપતિ સામે બિલ્ડરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે

Advertisement

પોલીસ મથકમાં બિલ્ડરસામે  નોંધાવી  ફરિયાદ

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં બિલ્ડર સેજલ પન્નાલાલ શાહએ એક ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે 20/ 12 /2022ના રોજ અંકલેશ્વર ખાતે ઉદ્યોગ ધરાવતા નારીસ મેડિસિન્સ નામની ફાર્માસ્યુટિકલ કંપની ચલાવતા વિમલ શાહ ના હોય ફરિયાદી બિલ્ડર સેજલ શાહને અંકલેશ્વર ખાતેની હોટલમાં જમવા માટેનું આમંત્રણ આપ્યું હતું અને બિલ્ડરે આમંત્રણ સ્વીકારી તેમના મિત્ર ચંદ્રેશભાઇ સાથે જમવા ગયા હતા અને ફરિયાદી તથા તેના મિત્ર અને આરોપી ત્રણેય સાથે ડિનર પણ કર્યું હતું

Advertisement

અંકલેશ્વરમાં નોરીસ મેડિસિન નામની ફાર્માસ્યુટિકલ કંપની ધરાવતા વિમલ શાહને તાત્કાલિક 6 કરોડની જરૂર પડી હતી અને તેઓએ ચંદ્રેશભાઇ મારફતે ભરુચના બિલ્ડર સેજલ શાહ પાસે 15 દિવસ માટે ઉછીના 6 કરોડની માંગણી કરવામાં આવી હતી બિલ્ડર એ પણ 15 દિવસના વાયદે તાત્કાલિક ધોરણે ઓનલાઈન તેમના કુટુંબી બહેન કિરણબેન કાપડિયા રહે સુરતનાઓના એચડીએફસી બેન્ક મારફતે વિમલ શાહ ના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જ્યારે અન્ય ચાર કરોડ રૂપિયા સેજલ શાહ ના હોય પોતાના બેંક એકાઉન્ટમાંથી વિમલ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને કુલ 6 કરોડ રૂપિયા હાથ ઉછીના વિમલ શાહને આપ્યા હતા

15 દિવસના વાયદે આપેલા 6 કરોડ રૂપિયા બિલ્ડર સેજલ શાહે માંગણી કરતા વિમલ સાહેબ તથા તેના મળતી આવે બિલ્ડરને ધમકી આપવા સાથે બિલ્ડર ના નંબરો બ્લોક કરી દેવા સાથે રૂપિયા નહીં આપવાની નિયત રાખી છ કરોડની છેતરપિંડી થઈ હોવાનો અનુભવ સાત મહિને બિલ્ડર સેજલ સામે થતા તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અંકલેશ્વરના ઉદ્યોગપતિ નોરીસ મેડિસિન નામની ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક વિમલ શાહ અને તેના મળતીયાઓ સામે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે

ઉદ્યોગપતિએ બિલ્ડરને જમવાનું આમંત્રણ આપી 6 કરોડનો બુચ માર્યો..?
ડિસેમ્બર 2022 માં ઉદ્યોગપતિ વિમલ શાહે ભરૂચ બિલ્ડર અને મિત્રને અંકલેશ્વરની હોટલમાં જમવાનું આમંત્રણ આપ્યું હતું અને મિત્રતા કેળવાય હતી અને ગણતરીના દિવસોમાં જ જમવાનું આમંત્રણ આપનાર વિમલ શાહે મિત્ર મારફતે ભરૂચના બિલ્ડર પાસેથી 6 કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ 15 દિવસ વાયદા મુજબ પૂર્ણ થયા છતાં રૂપિયા આપવાની દાનત ન હોવાના કારણે આખરે જમવાનું આમંત્રણ આપનાર ઉદ્યોગપતિએ બિલ્ડરને 6 કરોડનું બુચ મારતા પોલીસે ગુનો દાખલ કર્યો છે

ઉછીના આપેલા 6 કરોડના બદલામાં અંકલેશ્વર જીઆઇડીસીનો પ્લોટ આપવામાં પણ આના કાની કરતા ફરિયાદ
અંકલેશ્વર જીઆઇડીસીનો પ્લોટ વિમલ શાહનો આવેલો છે અને ઉછીના 6 કરોડ બિલ્ડર પાસેથી લીધા હતા અને બિલ્ડરને પૈસા નહીં તો અંકલેશ્વર જીઆઇડીસીનો પ્લોટ લખી આપવાનું પણ કહ્યું હતું પરંતુ પ્લોટ નહીં લખી આપી રૂપિયા પરત નહીં આપી મારી નાખવાની ધમકી આપતા આખરે ભરૂચના બિલ્ડર સેજલ શાહે અંકલેશ્વરના ઉદ્યોગપતિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે

આપણ  વાંચો -ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો

Tags :
Advertisement

.