અંકલેશ્વરમાં લાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી
- અંકલેશ્વર જીઆઇડીસીમાં આગની ભયાવહ ઘટના
- કલાકોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
- 5 જેટલા ફાયર વિભાગના ટ્રક ઘટનાસ્થળ ઉપર
Ankleshwar GIDC Fire Accident : ગુજરાતીઓ સાથે આજે દેશના દરેક લોકો નવા વર્ષની ઉજવણ કરી રહ્યા છે. દરેક લોકો પોતાના પરિવાર સાથે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠળી રહ્યા છે. તો આ ઉમંગના માહોલમાં પણ અનેક સ્થળો ઉપર દુર્ઘટનાઓ બની રહી છે. તો અનેક સ્થળો ઉપરથી પરિવારને અકસ્માતનો ભોગ બનવું પડ્યું હોય, તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે વધુ એક દુર્ઘટના સામે આવી છે.
કલાકોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાના કારણે ચોતરફ અફરા-તફરી મચી પડી હતી. જોકે ગણતરીના સમયગાળામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગની ટીમોને ઘટનાસ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. ત્યારે અગ્નિશામક દળના કર્મચારીઓએ આગ ઉપર કાબૂ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો: પાટણમાં નવા વર્ષના દિવસે જ વિનાશકારી આગજનીની દુર્ઘટના સર્જાઈ
5 જેટલા ફાયર વિભાગના ટ્રક ઘટનાસ્થળ ઉપર
લાકડાના ગોડાઉનમાં ફાટી નીકળેલી આગના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. તો આગ ઉપર કાબૂ મેળવવા માટે આશરે 5 જેટલા ફાયર વિભાગના ટ્રક ઘટનાસ્થળ ઉપર પાણીનો માર મારીને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. કલાકોની મહેનત બાદ આ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે આ આગ કયા કારણોસર લાગી હતી, તે હજુ સામે આવ્યું નથી. તે ઉપરાંત આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળ કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો: Kheda : ડાકોરમાં વર્ષો જૂની અન્નકૂટ લૂંટવાની પરંપરા આજે પણ યથાવત