Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pavagadh : મૂર્તિ ખંડિત થવાના મામલે જૈન સમાજમાં રોષ

Pavagadh : પાવાગઢ (Pavagadh)માં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થવાના મામલે જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પાવાગઢ ખાતે રવિવારે અડધી રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે પહોંચ્યાહતા. પાવાગઢમાં પાવાગઢ, વડોદરા, સુરત અને મુંબઇના જૈન સમાજના અગ્રણીઓ એકત્ર થયા...
08:35 AM Jun 17, 2024 IST | Vipul Pandya
Jain community

Pavagadh : પાવાગઢ (Pavagadh)માં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થવાના મામલે જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પાવાગઢ ખાતે રવિવારે અડધી રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે પહોંચ્યાહતા. પાવાગઢમાં પાવાગઢ, વડોદરા, સુરત અને મુંબઇના જૈન સમાજના અગ્રણીઓ એકત્ર થયા છે. જાણવા મળ્યા મુજબ નિજ મંદિર જવાના જુના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ થયો વિવાદ છે. મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજે માગણી કરી છે. મૂર્તિ ખંડિત કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માગ કરવામાં આવી છે.

જૈન સમાજના લોકો કલેકટર ઓફિસે વિરોધ કરવા પહોંચ્યા

પાવાગઢમાં જૈન પ્રતિમા ને તોડી દેવાતા મોટી સંખ્યામાં જૈન મુનિઓ અને સમાજના ગત લોકો મોડી રાત્રે સુરત કલેકટર ઓફિસ ખાતે પણ વિરોધ નોંધાવા પહોંચ્યા હતા. 200 થી 300 ની સંખ્યામાં જૈન સમાજના લોકો કલેક્ટર ઓફિસે ભેગા થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ગાંધી ચિંધ્યા માર્ગે આ તમામ જૈન સમાજના લોકો કલેકટર ઓફિસે વિરોધ કરવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટનાને પગલે હોબાળો ના થાય તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જૈન સમાજના આગેવાનોને એક જ માગણી હતી કે જે અમારી પ્રતિમાઓ ખંડિત કરી દેવામાં આવી છે તો જે જગ્યાએ આ પ્રતિમા હતી ત્યાં ફરીથી તેને સ્થાન આપી અમને પૂજા અર્ચના કરવા દેવામાં આવે.

અપરાધીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ

પાવાગઢ ધામ એ મુખ્યત્વે મહાકાલી માતાનું મંદિર માનવામાં આવે છે અને તે આસ્થાનું કેન્દ્ર છે તેની સાથે સાથે જૈન સમાજના પૂજનીય અને આરાધ્ય ગણની પ્રતિમાઓ પણ હતી જેને ત્યાંથી ખંડિત કરી ફેંકી દેવાતા જૈન સમાજની લાગણી દુભાતા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે રીતે માતાજીના મંદિરનો જીર્ણોદ્વાર થયો ત્યારે મંદિરના પગથિયાની આજુબાજુમાં આવેલ તીર્થંકરોના ડેરીઓનો પણ જીર્ણોદ્વાર થયો હતો.

 

તીર્થકરોની ભવ્ય પ્રતિમાઓ પણ ત્યાં બિરાજમાન હતી

આ તીર્થકરોની ભવ્ય પ્રતિમાઓ પણ ત્યાં બિરાજમાન હતી. ગઈકાલ સુધી જ્યાં ભવ્ય પ્રતિમાઓની પૂજા અર્ચના થતી હતી તે આજરોજ ઉત્પાથિત કરીને ફેંકી દેવાઈ છે. છેલ્લા ચાર વર્ષથી સતત અમે અશોકભાઈ પંડ્યા ને આ બાબતે જાણ પર કરતા હતા પરંતુ તેમના તરફથી કોઈપણ સુરક્ષા સલામતી નહીં મળી અને આજે તેમના હિસાબે થયા હોવાનું માલુમ પડ્યું છે. ત્યારે અમારા જૈન સમાજની એક જ માંગણી છે કે આવા અપરાધીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અમારા તીર્થકરોની જે ભવ્ય પ્રતિમાઓ હતી તેમને તે સ્થાને ફરીથી સન્માન અને સલામતી પૂર્ણ રીતે વ્યવસ્થા કરી અને પૂજા અર્ચનાની પરવાનગી આપે જ્યાં સુધી અમારી માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે આજ રીતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરતા રહીશું.

આ પણ વાંચો----- Bharuch: આમોદ પંથકમાં બકરા ઈદને લઇ વૈમનષ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ધરપકડ

Tags :
GujaratGujarat Firstjain communityJain Samaj Protestjain templeMahakali templepanchmahalPavagadhProtest
Next Article