Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anant-Radhika Pre-Weeding Function : બોલિવૂડના આ સેલિબ્રિટી પહોંચ્યા જામનગર

Anant-Radhika Pre-Weeding Function : જામનગરમાં આજથી પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Neeta Ambani) ના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) ના પ્રી-વેડિંગ ફંકશન (pre-wedding function) નો પ્રારંભ થઇ ગયો છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ (1થી 3...
06:19 PM Mar 01, 2024 IST | Hardik Shah

Anant-Radhika Pre-Weeding Function : જામનગરમાં આજથી પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Neeta Ambani) ના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) ના પ્રી-વેડિંગ ફંકશન (pre-wedding function) નો પ્રારંભ થઇ ગયો છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ (1થી 3 માર્ચ) સુધી ચાલશે. આ વર્ષે અનંત અંબાણી (Anant Ambani) તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે લગ્ન કરશે. લગ્ન પહેલા જ જામનગરમાં ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન (pre-wedding function) નો પ્રારંભ થયો છે. આ ભવ્ય કાર્યક્રમમાં સ્ટાર્સનો પણ મેળાવડો જોવા મળ્યો છે. બોલિવૂડ, હોલિવૂડ અને ક્રિકેટ જગતના સ્ટાર્સ પહોંચ્યા છે. આ દરમિયાન બોલિવૂડ સેલિબ્રિટી (Bollywood Celebrity) પણ અહીં પહોંચ્યા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

જુઓ બોલિવૂડના કયા સેલિબ્રિટી પહોંચ્યા જામનગર 

રીતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના ફંક્શનમાં રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા ડિસોઝા સાથે જામનગર પહોંચી ગયો છે. તેણે બ્લુ સ્વેટશર્ટ, ડેનિમ જેકેટ અને બ્લુ જીન્સ પહેર્યું છે. જ્યારે જેનેલિયાએ બ્લુ ડેનિમ અને શેડ્સ સાથે સફેદ શર્ટ પહેર્યું છે.

માધુરી દિક્ષિત અને શ્રીરામ નેને

માધુરી દીક્ષિત નેને પતિ શ્રીરામ નેને સાથે જામનગર પહોંચી ગયા છે. આ દરમિયાન તે તેના પતિ સાથે પોઝ આપતી જોવા મળી હતી. માધુરીએ સફેદ ટી-શર્ટ અને હીલ્સ સાથે પિંક કલરનો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. માધુરીના પતિ શ્રીરામે બ્લેક ડેનિમ જીન્સ અને સ્નીકર્સ સાથેનો શર્ટ પહેર્યો હતો.

અનન્યા પાંડે

બોલિવૂડની ક્યૂટ ગર્લ અનન્યા પાંડે પણ જામનગરમાં પહોંચી ગઇ છે. આ દરમિયાન તે એક સિંપલ લૂકમાં જોવા મળી હતી. સિંપલ લૂકમાં પણ અનન્યા પાંડે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

અનિલ કપૂર અને સોનમ કપૂર

વરુણ ધવન

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના ફંક્શનમાં વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ પણ જામનગર પહોંચી ગયા છે. આ દરમિયાન વરુણ ધવન બ્લુ અને બ્લેક વર્સીટી જેકેટ અને શેડ્સની સાથે સફેદ ટી-શર્ટ અને બ્લુ ડેનિમમાં જોવા મળ્યો હતો. તેની સાથે તેના પિતા ડેવિડ ધવન પણ જોવા મળ્યા.

સૈફઅલી ખાન, કરીના કપૂર,સારા અલી ખાન

સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી, કરીના કપૂર, સૈફ અલી ખાન, તૈમૂર અને જેહ અનંત અને રાધિકાના લગ્ન પહેલાની સેરેમની માટે જામનગર પહોંચી ગયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કરીના કપૂર અને સારા-ઈબ્રાહિમ વચ્ચે એક અલગ જ બોન્ડ જોવા મળ્યો હતો. ઇન્ટરનેટ પર સામે આવેલા વીડિયોમાં કરીના કપૂર સારા અલી ખાન સાથે ખાસ વાતચીત કરતી જોવા મળી રહી છે. આ પછી તે તેના પિતા સૈફ અલી ખાનને ગળે લગાવે છે.

આ સ્ટાર્સ પોતાના પરફોર્મન્સથી ધૂમ મચાવશે

બોલિવૂડ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન અને રણબીર કપૂર તેમના પૂરા પરિવાર સાથે જામનગરમાં પહોંચ્યા છે. માર્ક ઝુકરબર્ગ જેવા અન્ય ઘણા વિદેશી ઉદ્યોગપતિઓ આ પ્રી-વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપવા આવ્યા છે. આ સિવાય આ ઈવેન્ટને વધુ ભવ્ય બનાવવા માટે સલમાન ખાન, ઈવાંકા ટ્રમ્પ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ આવ્યા છે. રિહાન્ના ઉપરાંત અરિજિત સિંહ, પ્રીતમ, બી પ્રાક, દિલજીત દોસાંઝ, હરિહરન અને અજય-અતુલ પરફોર્મ કરશે. રોબિન, ફેન્ટી, જે બ્રાઉન અને એડમ બ્લેકસ્ટોન જેવા વિદેશી સ્ટાર્સ પણ કલાકારોની યાદીમાં સામેલ છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે અલગ-અલગ થીમ અનુસાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Ambani Family : અનંત-રાધિકાનો 3 દિવસીય પ્રી-વેડિંગ સમારોહ આજથી શરુ

આ પણ વાંચો - Video : સંસ્કૃતિ અને પરંપરા ભારતીય સંસ્કૃતિનો પાયો છે : Nita Ambani

આ પણ વાંચો - Anant Ambani : જામનગરમાં સેલિબ્રિટિઝનું ઘોડાપુર, કિંગ ખાન ફેમિલી સાથે, રિહાના, સલમાન ખાન, અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા

Tags :
Ambani FamilyAnant & Radhika Pre-WeddingAnant AmbaniAnant Ambani radhika merchant pre wedding performanceAnant Ambani radhika merchant pre wedding performersAnant Ambani radhika merchant pre wedding scheduleANANT AMBANI-RADHIKA MERCHANTANANT AMBANI-RADHIKA MERCHANT PRE-WEDDINGAnantAmbaniAnantRadhikaWeddingGujaratGujarat FirstGujarat NewsGujarati NewsJamnagarnita ambani son mukesh ambani son Anant AmbaniRADHIKA MERCHANTRadhikaMerchant
Next Article