Anand : કૃષિ યુનિ. ની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં યુવકો કામ કરતા વિવાદ, વાલીઓનો હોબાળો!
- આણંદની કૃષિ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ
- ગર્લ્સ હોસ્ટલની મેસમાં છોકરાઓ કામ કરતા હોવાનું ખુલ્યું
- વિદ્યાર્થિનીનાં વાલીઓ દ્વારા સલામતી અંગે ઊઠાવ્યા સવાલ
- હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ સાથે અણબનાવ બને તો જવાબદાર કોણ ?
આણંદની (Anand) કૃષિ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટલની (Girls' Hostel) મેસમાં છોકરાઓ કામ કરતા હોવાથી વિવાદ વકર્યો છે. મેસમાં કામ કરતાં યુવાનો હોસ્ટેલનાં કેમ્પસમાં જ રહેતા હોવાનું પણ ખુલ્યું છે. આ મામલે વિદ્યાર્થિનીનાં વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને દીકરીઓની સલામતી અંગે સવાલ ઉઠાવ્યા છે.
આ પણ વાંચો - Rajkot : સસ્પેન્ડેડ કોર્પોરેટરને સોંપેલી જવાબદારી મામલે BJP શહેર પ્રમુખે માગી માફી!
વિદ્યાર્થીનીઓ સાથે કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ ?
આણંદની (Anand) કૃષિ યુનિવર્સિટીમાં (Agricultural University) અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનાં વાલીઓ દ્વારા ઊગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાલીઓનો આરોપ છે કે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટલની મેસમાં કેટલાક છોકરાઓ કામ કરી રહ્યા છે. સાથે જ આ છોકરાઓ હોસ્ટેલનાં કેમ્પસમાં જ રહે પણ છે. વિદ્યાર્થિનીનાં વાલીઓનું કહેવું છે કે, જો હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ સાથે કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ ?
આ પણ વાંચો -Doctor's Strike : BJ મેડિકલ કોલેજનાં 1200 PG ડોક્ટર્સ ફરી હડતાળ પર, સિવિલમાં પણ વિરોધના સૂર!
આ મામલે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે : વાલીઓ
વાલીઓએ પોતાની દીકરીઓની સલામતી અંગે સવાલ ઉઠાવ્યા છે. વાલીઓનું કહેવું છે કે, આ મામલે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે. છેલ્લા 4 મહિનામાં યુનિવર્સિટીમાં અનેક વખત રજૂઆત કરી છોકરાઓને મેસમાંથી દૂર કરવા રજૂઆત કરાઈ છે. પરંતું, તેમ છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે જલદી ઉકેલ લાવવા અને ગર્લ્સ હોસ્ટલની મેસમાં કામ કરતા છોકરાઓને દૂર કરવા વાલીઓએ માગ કરી છે.
આ પણ વાંચો -Warning : આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, આ રાજ્યમાં હશે કેન્દ્ર બિંદુ....