ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anand : વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષીય યુવકની આત્મહત્યા, પરિવારજનોનાં ગંભીર આક્ષેપ

ઉમરેઠમાં વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષીય યુવાનની આત્મહત્યા (Anand) યુવકનાં ફોનમાંથી વ્યાજખોરોના ત્રાસ-ધમકીનાં રેકોર્ડિંગ મળ્યા પોલીસની કામગીરી સામે પરિવારજનોનાં ગંભીર આક્ષેપ આણંદ (Anand) જિલ્લાનાં ઉમરેઠમાં વ્યાજખોરોનાં ત્રાસથી 28 વર્ષીય યુવકે 4 દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ...
12:03 PM Nov 04, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. ઉમરેઠમાં વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષીય યુવાનની આત્મહત્યા (Anand)
  2. યુવકનાં ફોનમાંથી વ્યાજખોરોના ત્રાસ-ધમકીનાં રેકોર્ડિંગ મળ્યા
  3. પોલીસની કામગીરી સામે પરિવારજનોનાં ગંભીર આક્ષેપ

આણંદ (Anand) જિલ્લાનાં ઉમરેઠમાં વ્યાજખોરોનાં ત્રાસથી 28 વર્ષીય યુવકે 4 દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકના પરિવારજનોએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અરજી નોંધી હતી. પરંતુ, ઘટનાને ચાર દિવસ થયા હોવા છતાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી ના કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પીડિત પરિવારે પોલીસને નિવેદનપત્ર પણ પાઠવ્યું છે. વ્યાજખોરો દ્વારા દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો પણ પરિવારે આરોપ કર્યો છે.

આ પણ વાંચો - Mehsana : 300 વર્ષ જૂના રામેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત!

ઉમરેઠમાં વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષીય યુવાનની આત્મહત્યા

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આણંદ (Anand) જિલ્લાનાં ઉમરેઠ તાલુકામાં (Umreth) રહેતા 28 વર્ષીય સબ્બીર કારીગર કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જરૂર હોવાથી સબ્બીરે વ્યાજે રૂપિયા લીધા હતા. જો કે, વ્યાજખોરોનાં સતત ત્રાસ અને ધમકીથી કંટાળીને સબ્બીરે ચાર દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. યુવકના મરણ બાદ તેના ફોનમાં વ્યાજખોરોનાં ત્રાસ અને ધમકીનાં રેકોર્ડિંગ મળી આવ્યા હતા. આ મામલે મૃતકના પરિવારે ઉમરેઠ પોલીસ સ્ટેશનને (Umreth Police Station) ફરિયાદ કરતા અરજી લેવામાં આવી હતી.

આ પણ વાંચો - Surat : ભારે કરી હો! જમણવાર માટે આવું સ્થળ તમે ક્યારે નહીં જોયું હોય! Video વાઇરલ

પોલીસની કામગીરી સામે પરિવારજનોનાં ગંભીર આક્ષેપ

પીડિત પરિવારનાં આરોપ મુજબ, ઘટનાને 4 દિવસ થયા હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી નથી. પરિવારજનોએ ઉમરેઠ પોલીસને નિવેદનપત્ર પણ આપ્યું છે. છતાં ઉમરેઠ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે FIR નોંધવામાં આવી નથી. પરિવારે આક્ષેપ કર્યો કે વ્યાજખોરો દ્વારા તેમને દબાવવામાં આવી રહ્યા છે અને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - ​​Surat : આશીર્વાદ મહોત્સવમાં CR પાટીલે કહ્યું - જળસંચય માટે જનભાગીદારીએ જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ..!

Tags :
AnandBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiSuicide CaseUmrethUmreth Police Stationusurers
Next Article