Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તરભ વાળીનાથ ધામ ખાતે "ચા" માટે માલધારી સમાજની કોઠા સૂઝનો ઉત્તમ દાખલો

માલધારી સમાજની કોઠાસૂઝ : માલધારી સમાજ હોય અને "ચા''નો આવકારો ના હોય તેવું બને ખરું? નહીં ને..! હા. વિસનગરના તરભ વાળીનાથ ધામમાં 16 થી 22 ફેબ્રુઆરીમાં યોજાયેલા નૂતન મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રોજ હજારોની સંખ્યામાં પધારી રહેલા શ્રદ્ધાળુઓ...
11:46 AM Feb 20, 2024 IST | Harsh Bhatt

માલધારી સમાજની કોઠાસૂઝ : માલધારી સમાજ હોય અને "ચા''નો આવકારો ના હોય તેવું બને ખરું? નહીં ને..! હા. વિસનગરના તરભ વાળીનાથ ધામમાં 16 થી 22 ફેબ્રુઆરીમાં યોજાયેલા નૂતન મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રોજ હજારોની સંખ્યામાં પધારી રહેલા શ્રદ્ધાળુઓ માટે ચાની ખાસ વ્યવસ્થા કરાઇ છે. પાણીની 2000 લિટરની ટાંકી સાથે પાઇપલાઇન જોડી તેને નળ લગાવ્યાં છે. વાળીનાથ ધામમાં ચકલીમાંથી "પાણી'' નહીં "ચા'' આવે છે.

એક કલાકમાં 3000 થી 3500 લોકો ચાની મજા લઇ શકે છે

ટાંકીમાં ચા ભરતાં જેટલી જોઇએ તેટલી નળ ખોલીને ચા લઇ શકાય છે. અહીં એક કાઉન્ટર ઉપર 40 નળ છે. આવાં ત્રણ કાઉન્ટર બનાવ્યાં છે. રોજ 15 હજાર લિટર દૂધની ચા બની રહી છે. આ વ્યવસ્થાથી એક અંદાજ મુજબ એક કલાકમાં 3000 થી 3500 લોકો ચાની મજા લઇ શકે છે. આવી જ વ્યવસ્થા બપોરે ભોજનમાં છાસ માટે પણ કરાઇ છે. એક કેનમાં 140 લિટર દૂધ એવા 120 કેન એક કાઉન્ટર ઉપર ચા બને છે, આવા ત્રણ કાઉન્ટર છે.  15 હજાર લિટર દૂ, 1440 કિલો ખાંડ અને 350 કિલો ચાનો ઉપયોગ રોજ થાય છે.

લાખોની સંખ્યામાં દરરોજ માનવ મહરામણ ઉમટી રહ્યું

મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં દરરોજ માનવ મહરામણ ઉમટી રહ્યું છે. તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ પ્રયાસ કર્યા હતા.

આ પણ વાંચો -- મધ્યમવર્ગીય માણસો પર મોંઘવારીનો માર, સીંગતેલના ભાવમાં ધરખમ વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amit ShahGujaratMALDHARIpm modipran-pratishthaTARABHDHAMteaVALINATH DHAM
Next Article