Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં આજે રાજ્યભરમાં માલધારી સમાજ કરશે વિરોધ

રખડતા ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે ગુજરાતમાં માલધારી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત માલધારી  મહાપંચાયતે 18મી એપ્રિલે રાજ્યમાં કલેકટર કચેરી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે. જ્યારે 19મી એપ્રિલે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ માલધારીઓ અચોક્કસ મુદતના ધરણા પર ઊતરશે.વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ બહુમતીથી પસાર કરાયું હતું. હવે આ કાયદાને લઈને રાજ્àª
ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં આજે રાજ્યભરમાં માલધારી સમાજ કરશે વિરોધ
રખડતા ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે ગુજરાતમાં માલધારી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત માલધારી  મહાપંચાયતે 18મી એપ્રિલે રાજ્યમાં કલેકટર કચેરી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે. જ્યારે 19મી એપ્રિલે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ માલધારીઓ અચોક્કસ મુદતના ધરણા પર ઊતરશે.
વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ બહુમતીથી પસાર કરાયું હતું. હવે આ કાયદાને લઈને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાથી શહેરી જન પરેશાન છે. બીજી બાજુ માલધારીઓ વિરોધ કરી રહ્યા છે. હવે કોને રાજી રાખવા એ સરકાર માટે સવાલ છે. ગુજરાત માલધારી મહાપંચાયતે બિલ લાવી શહેરી વિસ્તારમાં ગામડાઓને ભેળવીને ગોચર અને માલધારીની જમીન મળતીયાને પધરાવી દેવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ગુજરાત માલધારી મહાપંચાયત આ કાયદો રદ કરવાની વાત કરી છે. કાયદો રદ કરવાની માગણી સાથે 18મી એપ્રિલે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સહિત રાજ્યના 33 જિલ્લાઓમાં કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી તેમજ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. સાથે જ 19મીથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ માલધારીઓ અચોક્કસ મુદતના ધરણા પર ઉતરશે.
Advertisement
Tags :
Advertisement

.