ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dabhoi : સવા 3 કરોડની ઉચાપત કેસમાં એક આરોપી દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો

અહેવાલ-- પીન્ટુ પટેલ, ડભોઇ શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક હેડ ઓફિસ ડભોઇ ના જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને ઓફિસર ઉપર ખોટી સહીઓ કરી અનઓપરેટ ખાતામાંથી રૂપિયા 3 કરોડ 15 લાખની ઉચાપત કર્યાનો ગુનો ડભોઇ પોલીસ સ્ટેશને નોંધાયો હતો. દરમિયાન કેનેડા...
07:23 PM Oct 11, 2023 IST | Vipul Pandya

અહેવાલ-- પીન્ટુ પટેલ, ડભોઇ

શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક હેડ ઓફિસ ડભોઇ ના જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને ઓફિસર ઉપર ખોટી સહીઓ કરી અનઓપરેટ ખાતામાંથી રૂપિયા 3 કરોડ 15 લાખની ઉચાપત કર્યાનો ગુનો ડભોઇ પોલીસ સ્ટેશને નોંધાયો હતો. દરમિયાન કેનેડા ગયેલા ઓફિસર ઉમેશ કંસારા પરત આવતા દિલ્હી એરપોર્ટ પરથી પોલીસે તેમને ઝડપી લીધા હતા.

છેતરપિંડી આચરી હતી

સાધલી, કાયાવરોહણ, કરજણ, છોટાઉદેપુર, વડોદરા અને ડભોઇ મુકામે હેડ ઓફિસ ધરાવતી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેંક ને રિઝર્વ બેન્ક દ્વારા તારીખ 3/ 3 /2023 થી 6 માસ માટે બેન્કિંગ કામ માટે પ્રતિબંધ મુકાયો છે. અને માત્ર રિકવરી કરવા જણાવ્યું છે. આર.બી.આઈ દ્વારા તારીખ 11 જુલાઈ 2023 ના રોજ બેંકને શોકોઝ નોટિસ આપેલ ,જેમાં રૂ.3 કરોડ 15 લાખ ની ઉચાપત અનઓપરેટ બે ખાતામાંથી થયાની નોટિસ આપી હતી. બેંકના નવા નીમાયેલા ચેરમેન અરૂણભાઇ પટેલ દ્વારા આ બાબતે બેંકમાં તપાસ કરાવતા બેંકમાં ફરજ બજાવતા મેનેજર ,આસિસ્ટન્ટ મેનેજર તથા ઓફિસર દ્વારા સ્વામી દેવ સ્વરૂપદાસ ગુરુ કૃષ્ણપ્રસાદ અને સંતપ્રિય દાસ કૃષ્ણપ્રસાદ, નીલકંઠધામ ,ડભોઇ ના ખાતામાં અપૂરતુ બેલેન્સ હોવા છતાં અને બંને ગ્રાહકોને ચેકબુક આપેલ ન હોવા છતાં બેંકમાં ફરજ બજાવતા જનરલ મેનેજર સુરેશભાઈ છોટાભાઈ પટેલ વડોદરા, જેઓને તારીખ 30 જૂન 2023 થી બેંકમાં ફ્રોડ કર્યો હોવાના કારણે છૂટા કરવામાં આવેલા છે.

ઉમેશ કંસારા કેનેડા જતા રહ્યા હતા

આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ મહેન્દ્રપ્રસાદ જોશી ડભોઇ અને વડોદરા, તથા ઓફિસર ઉમેશ શાંતિલાલ કંસારા વડોદરા, દ્વારા ઉપરોક્ત બે ખાતેદારોના ખાતામાંથી ખોટી સહીઓ કરી, ચેક ઉપર પાસીંગ અને પોસ્ટિંગ કરનાર તરીકે આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ જોશી, ચેક ની પાછળ પાસ તથા રૂપીયા ઉપાડ કરનાર મેનેજર સુરેશભાઈ ની સહી અને ચેકના સુપરવાઇઝર તરીકે ઉમેશ કંસારાએ પાસીંગ કરીને બેંકના રિઝર્વ ફંડના નાના ઉપરોક્ત ખાતા ધારકોના નામથી ઉચાપત કરી બેન્ક ને આર્થિક દેવામાં ડુબાડી ગુનો કર્યાનું બહાર આવ્યું હતું અને તે દરમિયાન તેઓ કેનેડા ચાલ્યા ગયા હતા.

પોલીસે ગુનો નોંધ્યો હતો

બેંકના બંને ખાતેદારો સ્વામી દેવ સ્વરૂપદાસ અને સ્વામી સંત પ્રિય દાસ ના ખાતા બિન ઓપરેટ (ડોરમેટ) હતા. અને આ ત્રણ દ્વારા, તારીખ 2 july 2022 થી તારીખ 3 નવેમ્બર 2022 સુધીમાં 36 ચેકો દ્વારા, દેવ સ્વરૂપ દાસના ખાતામાંથી રૂપિયા 1 કરોડ 40 લાખ અને સંતપ્રિય દાસ ના ખાતામાંથી 1 કરોડ 75 લાખ કુલ રૂપિયા 3 કરોડ15 લાખની ઉચાપત કરી હોય બેંકમાં હાલમાં મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજર તરીકે સેવા આપતા ગૌરાંગ ચંદ્રકાંત પંચોલી દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશને જનરલ મેનેજર સુરેશભાઈ પટેલ, આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ જોશી, અને ઓફિસર ઉમેશ કંસારા સામે દાખલ કરેલો હતો. .ડભોઇ પોલીસ સ્ટેશને આ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી આઈ.પી.સી. કલમ 406, 420 ,467, 468, 471, 408 ,120 અને B 34 મુજબ ગુનો દાખલ કરી, તેની તપાસ પી.એસ.આઇ. રીતેશકુમાર.આર.મિશ્રા કરી રહ્યા હતા.

ઉમેશ કંસારાને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના ઇન્સ્પેક્શન દરમિયાન ,રૂપિયા 3 કરોડ 15 લાખનો ફોડ બહાર આવ્યો હતો. તારીખ આઠમી ઓક્ટોબરના રોજ બેકના ઓફિસર ઉમેશ કંસારા કેનેડા થી દિલ્હી આવવાની જાણકારી પોલીસને જાણ થતા પોલીસે દિલ્હી પોલીસની મદદ લઇ ઉમેશ કંસારાને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બેક ના સવા ત્રણ કરોડ ઉચાપતમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો---AMBAJI : નકલી ઘી મામલામાં 4 આરોપીઓ જામીન પર મુક્ત

Tags :
DabhoiDelhi AirportFraud CasepoliceShree Mahalakshmi Mercantile Co-operative Bank
Next Article