Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

1946 માં 15 ગામોથી શરૂ થયેલ અમૂલ આજે વિશ્વની સૌથી મોટી સંસ્થા : CM Bhupendra Patel

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની સુવર્ણ જયંતીની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ ખાસ અવસર...
1946 માં 15 ગામોથી શરૂ થયેલ અમૂલ આજે વિશ્વની સૌથી મોટી સંસ્થા   cm bhupendra patel

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની સુવર્ણ જયંતીની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ ખાસ અવસર પર CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સંબોધન કરતા આજના દિવસને ખાસ ગણાવ્યો હતો.

Advertisement

સહકારથી સમૃદ્ધિનો દેશ ચરીતાર્થ કરતો આજનો પ્રસંગ : CM ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પોતાના શરૂઆતી સંબોધનમાં કહ્યું કે, સહકારથી સમૃદ્ધિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના 50 વર્ષ પરીપૂર્ણ કર્યા છે. આઝાદીના આંદોલનમાં લડતની આગેવાની ગાંધીજી અને સરદાર સાહેબે લીધી હતી. એજ રીતે ગુજરાતના બે પનોતા પુત્ર (PM મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ) કામ કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, આજના આ ખાસ પ્રસંગે આયોજીત સુવર્ણ જયંતિ સમારોહમાં તેમણે મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને ખાસ કરીને વડાપ્રધાન મોદી (PM Modi) નું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે, એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) નો ઉત્સ ઉજવાયો હતો અને આજે 22 ફેબ્રુઆરીએ સહકાર ક્ષેત્રનો ઉત્સ ઉજવાઈ રહ્યો છે.

Advertisement

તેમણે કહ્યું કે, 1946 માં 15 ગામોથી શરૂ થયેલ અમૂલ આજે વિશ્વની સૌથી મોટી સંસ્થા છે. દૂઘના વેપારથી મળતો લાભ પશુપાલકોને મળતો રહ્યો છે. આજે દૂધ સંઘોની સંખ્યા 12 થી વધીને 23 થઇ ગઇ છે. 11 લાખ જેટલી મહિલા પશુપાલકો સંસ્થા સાથે જોડાયેલ છે. 1500 કરોડ રૂપિયા કરતા વધુ દરરોજ પૈસા પશુપાલકોને ચુકવાય છે.

આ પણ વાંચો - PM મોદી આજે 1800 કિમીની હવાઈ મુસાફરી કરશે, જાણો આજનો કાર્યક્રમ

Advertisement

આ પણ વાંચો - PM Modi Gujarat Visit : PM Modi ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતની જનતાને આપશે ભેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.