Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : હૈયું કંપાવતી ઘટના! એક જ પરિવારનાં ચાર માસૂમ બાળક કારમાં બેઠા અને પછી..!

Amreli ના રાંઢિયા ગામે એક જ પરિવારનાં ચાર બાળકનાં મોત મધ્યપ્રદેશનાં પરપ્રાંતિય શ્રમિકનાં બાળકોનાં મોત નિપજ્યા ચાર બાળક પૈકી બે બહેન તથા બે ભાઈના નિપજ્યા મોત કારનો દરવાજો લોક થતા બાળકોના મોત નિપજ્યા અમરેલીનાં (Amreli) રાંઢીયા ગામે હૈયું કંપાવે...
amreli   હૈયું કંપાવતી ઘટના  એક જ પરિવારનાં ચાર માસૂમ બાળક કારમાં બેઠા અને પછી
  1. Amreli ના રાંઢિયા ગામે એક જ પરિવારનાં ચાર બાળકનાં મોત
  2. મધ્યપ્રદેશનાં પરપ્રાંતિય શ્રમિકનાં બાળકોનાં મોત નિપજ્યા
  3. ચાર બાળક પૈકી બે બહેન તથા બે ભાઈના નિપજ્યા મોત
  4. કારનો દરવાજો લોક થતા બાળકોના મોત નિપજ્યા

અમરેલીનાં (Amreli) રાંઢીયા ગામે હૈયું કંપાવે એવી ઘટના બની છે. પરપ્રાંતિય પરિવારનાં ચાર બાળકોનાં કારમાં ગુંગળાઈ જવાથી મોત નીપજ્યા છે. ચારેય બાળકો કારની અંદર બેસી ગયા બાદ દરવાજો લોક થઈ જતાં ગુંગળાઈને ચારેય માસૂમોનું મોત નીપજ્યું હતું. જો કે, માસૂમોનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું પણ નિવેદન સામે આવ્યું છે. આ મામલે અમરેલી પોલીસે (Amreli Police) તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : BJP નાં મુખ્ય પ્રવક્તાને દિવાળીનાં તુરંત બાદ મળી મોટી જવાબદારી

મધ્યપ્રદેશનાં પરપ્રાંતિય શ્રમિકનાં ચાર બાળકનાં મોત

પ્રાથમિક અહેવાલ અનુસાર, અમરેલીનાં રાંઢીયા ગામે એક જ પરિવારનાં ચાર માસૂમ બાળકોનાં મોત નીપજ્યા હોવાની ચકચારી ઘટના બની છે. મૂળ મધ્યપ્રદેશનો (Madya Pradesh) પરપ્રાંતિય પરિવારનાં ચાર બાળકો કારની અંદર બેસી ગયા બાદ કારનો દરવાજો બંધ થઈ ગયો હતો. દરવાજો નહીં ખોલી શકતા ચારે બાળકોનાં કારની અંદર ગુંગળાઈને મોત નિપજ્યા હતા. અમરેલી ડીવાયએસપી દ્વારા કારમાં ગુંગળાઈ જવાથી બાળકોનાં મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તારણ બતાવવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Surat : જમાતમાં આવેલા બે યુવક કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડ્યા અને...

Advertisement

કારનો દરવાજો લોક થતાં બાળકોનાં મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તારણ

આ મામલે ફોરેન્સિક રિપોર્ટ (Forensic Report), પી.એમ. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સાથે જ પરિવારજનો અને નજીકનાં લોકોની પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે. બીજી તરફ વાડી માલિક દ્વારા ચારેય માસૂમોનાં શંકાસ્પદ મોત નીપજ્યા હોવાનું નિવેદન પણ આપ્યું છે. આ મામલે પણ પોલીસે તપાસ આદરી છે. એક જ પરપ્રાંતિય પરિવારનાં એક સાથે ચાર બાળકોનાં મોત નિપજતા ખોબા જેવડા ગામમાં શોકનો માહોલ છવાયો છે. ચાર બાળક પૈકી બે બહેન તથા બે ભાઈનાં મોત નિપજ્યા છે.

આ પણ વાંચો - Anand : વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષીય યુવકની આત્મહત્યા, પરિવારજનોનાં ગંભીર આક્ષેપ

Tags :
Advertisement

.