ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amreli : કોલકાતાની ઘટનાનાં વિરોધમાં કેન્ડલ માર્ચ, IMA નાં અધ્યક્ષે જાહેરમાં પિસ્તોલ બતાવી કહ્યું- હવે ફરજિયાત..!

અમરેલીમાં વિરોધ દરમિયાન તબીબે કાયદાનો ઉલાળિયો કર્યો કેન્ડલ માર્ચ દરમિયાન ડૉ. જી.જે. ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવી ડોકટરોએ ફરજિયાત હથિયાર રાખવું પડશે કહીને જાહેરમાં હથિયાર કાઢ્યું પશ્ચિમ બંગાળનાં (West Bengal) કોલકાતામાં ટ્રેઈની મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા મામલે દેશભરમાં...
12:31 AM Aug 17, 2024 IST | Vipul Sen
  1. અમરેલીમાં વિરોધ દરમિયાન તબીબે કાયદાનો ઉલાળિયો કર્યો
  2. કેન્ડલ માર્ચ દરમિયાન ડૉ. જી.જે. ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવી
  3. ડોકટરોએ ફરજિયાત હથિયાર રાખવું પડશે કહીને જાહેરમાં હથિયાર કાઢ્યું

પશ્ચિમ બંગાળનાં (West Bengal) કોલકાતામાં ટ્રેઈની મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા મામલે દેશભરમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળે ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. ત્યારે અમરેલીમાં (Amreli) વિરોધ પ્રદર્શન દરમિયાન એક તબીબે કાયદાનો ઉલાળિયો કર્યો હતો. કેન્ડલ માર્ચ દરમિયાન અમરેલી IMA નાં અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં (International Hindu Parishad President) પ્રમુખ ડૉ. જી.જે. ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવી હતી.

આ પણ વાંચો - Rajkot : તો શું નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધ શાંત થશે ? દિલીપ સંઘાણીએ આપ્યા એંધાણ

કેન્ડલ માર્ચ દરમિયાન ડૉ.જી.જે. ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવી

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની (Kolkata Doctor Rape Case) ઘટનાને લઈ ગુજરાતભરમાં ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે અમરેલીમાં (Amreli) પણ આજે તબીબો દ્વારા શાંતાબા મેડિકલ હોસ્પિટલથી રાજકમલ ચોક સુધી કેન્ડલ માર્ચ (Candle March) યોજાઈ હતી. આ કેન્ડલ માર્ચમાં હોસ્પિટલનાં તબીબો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. દરમિયાન, ડો. જે.જી. ગજેરાએ (Dr. G.J. Gajera) જાહેરમાં પિસ્તોલ બતાવીને કાયદાનો ઉલાળિયો કર્યો હતો. પિસ્તોલ બતાવીને ડોક્ટરે કહ્યું હતું કે, હવે ફરજિયાત હથિયાર રાખવું પડશે.

આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે

હવે ફરજિયાત હથિયાર રાખવું પડશે : ડો. ગજેરા

પ્રાપ્ત માહિતી મુજબ, ડૉ. જી.જે. ગજેરા અમરેલી IMA નાં અધ્યક્ષ (Amreli IMA President) અને અમરેલી જિલ્લાનાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં પ્રમુખ પણ છે. ડોક્ટરોની કેન્ડલ માર્ચમાં ડો. ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવીને જાતે રક્ષક બનવાની વાત કરી હતી. આ સાથે ડો. જી.જે. ગજેરાએ કહ્યું કે, 'જાહેરમાં કહું છું એમનેમ રાખો તો પણ વાંધો નહિ... જાહેરમાં કહું છું મોટા અક્ષરે છાપો. જો કે, હવે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો - Gujarat Politics : BJP નાં વધુ એક પત્રિકા કાંડે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચાવ્યો! નેતાઓ પર ગંભીર આક્ષેપ

Tags :
AmreliAmreli IMA PresidentCandle MarchDr. G.J. GajeraGujarat FirstGujarati NewsInternational Hindu Parishad PresidentKolkata doctor rape caseRajkamal ChowkWest Bengal
Next Article