Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : MP Parshottam Rupala નો વધુ એક વીડિયો વાઇરલ, કહ્યું - "આ તો બાઈટિંગ છે..!"

પરશોત્તમ રૂપાલા અમરેલીમાં (Amreli) ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા.
amreli   mp parshottam rupala નો વધુ એક વીડિયો વાઇરલ  કહ્યું    આ તો બાઈટિંગ છે
Advertisement
  1. MP Parshottam Rupala નો વધુ એક વીડિયો વાયરલ (Amreli)
  2. "આ તો બાઈટિંગ છે" કહેતા સંભળાયા પરશોત્તમ રૂપાલા
  3. અમરેલીમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદીમાં પહોંચ્યા હતા રૂપાલા

ભારતીય જનતા પાર્ટીનાં (BJP) વરિષ્ઠ નેતા અને સાંસદ પરશોત્તમ રૂપાલા તેમના નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મગફળીને હાથમાં લઈ કહેતા સંભળાય છે કે "આ તો બાઈટિંગ છે." તેમની આ વાત સાંભળીને સાથે ઊભેલા તમામ આગેવાનો પણ હસી પડ્યા હતા. પરશોત્તમ રૂપાલા (MP Parshottam Rupala) અમરેલીમાં (Amreli) ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Gondal : ખેડૂતનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 15 તોલા દાગીના, લાખોની રોકડ ચોરી

Advertisement

Advertisement

"આ તો બાઈટિંગ છે."

ભાજપનાં વરિષ્ઠ નેતા અને સાંસદ પરશોત્તમ રૂપાલા (MP Parshottam Rupala) તેમના રમૂજ અંદાજ માટે જાણીતા છે. તેમના નિવેદનો હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેમનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેમના દ્વારા આપવામાં આવેલુ નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. આ વાઇરલ વીડિયોમાં પરશોત્તમ રૂપાલા મગફળીને હાથમાં લઈને કહે છે કે "આ તો બાઈટિંગ છે."

આ પણ વાંચો - Ahmedabad : આનંદો..! છેલ્લા 4 વર્ષથી બંધ SeaPlane સર્વિસ ફરી એકવાર 'જીવિત' થશે!

અમરેલીમાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદીમાં પહોંચ્યા હતા રૂપાલા

જણાવી દઈએ કે પરશોત્તમ રૂપાલા અમરેલીમાં (Amreli) ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે અન્ય કેટલાક આગેવાનો પણ હતા. પરશોત્તમ રૂપાલનાં બાઇટિંગ વાળા નિવેદનથી સાથે ઉભેલા તમામ આગેવાનો પણ હસી પડ્યા હતા. જો કે, આ વીડિયો સામે આવતા હવે લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો - Rajkot : ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, સુસાઈડ નોટમાં કહી આ વાત

Tags :
Advertisement

.

×