Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mohammad Yunus બન્યા બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા

Mohammad Yunus : બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે મંગળવારે રાત્રે વચગાળાના સરકારના વડાની નિમણૂક કરવામાં આવી હતી. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ (Mohammad Yunus) ને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને યુનુસની નિમણૂકની જાહેરાત કરી હતી....
mohammad yunus બન્યા બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા

Mohammad Yunus : બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે મંગળવારે રાત્રે વચગાળાના સરકારના વડાની નિમણૂક કરવામાં આવી હતી. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ (Mohammad Yunus) ને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને યુનુસની નિમણૂકની જાહેરાત કરી હતી. પ્રેસ સેક્રેટરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વચગાળાની સરકારની નિમણૂક કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિ અને ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલનના સંયોજકો વચ્ચેની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા.

Advertisement

દેશની 'બીજી સ્વતંત્રતા' ગણાવી

પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે વચગાળાની સરકારના અન્ય સભ્યોને વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. યુનુસ હાલ દેશની બહાર છે. પરંતુ તેમણે શેખ હસીનાના શાસનમાંથી બહાર નીકળવાનું સ્વાગત કર્યું અને તેને દેશની 'બીજી સ્વતંત્રતા' ગણાવી. યુનુસને ગ્રામીણ બેંક દ્વારા ગરીબી વિરોધી અભિયાન માટે 2006 માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.

આ પણ વાંચો----Violence : ટોળાએ બાંગ્લાદેશી અભિનેતા અને તેના પિતાની કરી હત્યા

Advertisement

રાષ્ટ્રપતિ કાર્યાલયમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં દેશમાં વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય

શેખ હસીના અને તેમની સરકારનો વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓ ગઈકાલે મોડી સાંજે આર્મી ચીફ જનરલ વેકર-ઉઝ-ઝમાન અને પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનને મળ્યા હતા. આ બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ કાર્યાલયમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં દેશમાં વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

સેનાએ ઘણા જનરલોની બદલી કરી

બાંગ્લાદેશી સેનાએ ઘણા જનરલોની બદલી કરી છે. શેખ હસીનાના નજીકના ગણાતા કેટલાક અધિકારીઓને પણ ડિમોટ કરવામાં આવ્યા છે. રેપિડ એક્શન બટાલિયન અર્ધલશ્કરી દળના કમાન્ડર ઝિયાઉલ અહસાનને બરતરફ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અને BNP પ્રમુખ ખાલિદા ઝિયાને પણ ગઈકાલે વર્ષોની નજરકેદમાંથી મુક્તી અપાઇ હતી

જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો હતો

સરકારી નોકરીઓમાં અમુક વર્ગના લોકો માટે અનામત પ્રણાલી સામે જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો હતો. જે બાદ આ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. તાજેતરના આંકડાઓ અનુસાર, મૃત્યુઆંક વધીને 440 થઈ ગયો છે. આ દરમિયાન અવામી લીગના નેતા શેખ હસીનાએ સોમવારે પદ પરથી રાજીનામું આપી દેશ છોડી દીધો હતો. જે બાદ દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. ઢાકામાં હિંદુ સમુદાયના બે નેતાઓએ કહ્યું કે હિંદુઓના ઘણા મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. હસીનાના દેશમાંથી ભાગી ગયા બાદ થયેલી હિંસામાં અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા બે હિન્દુ નેતાઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો----Bangladesh માં હજારો હિન્દુઓ સરદહની તરફ રવાના, ભયનો માહોલ

Tags :
Advertisement

.