Navratri: અંબાલાલની આ આગાહીથી ખેલૈયાઓ...
- નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે મેહુલિયો
- નવરાત્રિમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી
- 7થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલની શક્યતા
- 10-12 ઓક્ટોબર દરમિયાન પડી શકે છે વરસાદ
- 28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા
- નવરાત્રિમાં ગરમી, ઉકળાટ પણ રહેશેઃ અંબાલાલ
- શરદ પૂનમની રાત્રે ચંદ્ર વાદળોથી ઢંકાયેલો રહેશેઃ અંબાલાલ
- શરદ પૂનમની રાત્રે સમુદ્રમાં આવી શકે છે વાવઝોડુંઃ અંબાલાલ
Navratri : હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નવરાત્રી (Navratri) માં વરસાદ પડશે કે કેમ તે અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરતાં કહ્યું કે આગામી 7 ઓક્ટોબરથી 13 સપ્ટેમ્બર દરમિયન અરબી સમુદ્રમાં હલચલ થશે અને તેથી 10થી 12 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે છે. 28 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હાથિયામાં ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
આગામી 7થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલની શક્યતા
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે આગામી 7થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલની શક્યતા છે અને તેના કારણે 10-12 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે 28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની પણ શક્યતા છે. વરસાદની સાથે નવરાત્રિમાં ગરમી, ઉકળાટ પણ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. અંબાલાલે કહ્યું કે શરદ પૂનમની રાત્રે ચંદ્ર વાદળોથી ઢંકાયેલો રહેશે અને શરદ પૂનમની રાત્રે સમુદ્રમાં વાવાઝોડું આવી શકે છે. 28 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હાથિયામાં ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો---Gujarat Rain Update: આ Navratri એ પલળવાનું નક્કી!, હવામાન નિષ્ણાતોએ કરી મોટી વાત
-નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે મેહુલિયો
-નવરાત્રિમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી
-7થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલની શક્યતા
-10-12 ઓક્ટોબર દરમિયાન પડી શકે છે વરસાદ
-28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા
-નવરાત્રિમાં ગરમી, ઉકળાટ પણ રહેશેઃ અંબાલાલ…— Gujarat First (@GujaratFirst) September 27, 2024
ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે
આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે તે ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ થઈ શકે છે. આવતીકાલે દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમણે કરી હતી. તેમણે કહ્યું કે અમદાવાદ, બનાસકાંઠા, પંચમહાલમાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને વીજ પ્રપાતથી સાચવવું પડશે. 28 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હાથિયામાં ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો----Ambalal Patel : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં ? હવામાન નિષ્ણાતે કરી આ આગાહી