Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambaji : 7 દિવસમાં 32.54 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, મંદિરમાં 2.66 કરોડ રોકડની આવક, સોનાનું પણ દાન થયું

'ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન' આજે અંબાજીમાં 5.62 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન મહામેળામાં 7 દિવસમાં 32.54 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા મેળા દરમિયાન મંદિરમાં 2.66 કરોડ રોકડની આવક અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમનાં મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે, અંબાજીનાં માર્ગો પર...
07:35 PM Sep 18, 2024 IST | Vipul Sen
  1. 'ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન'
  2. આજે અંબાજીમાં 5.62 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
  3. મહામેળામાં 7 દિવસમાં 32.54 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
  4. મેળા દરમિયાન મંદિરમાં 2.66 કરોડ રોકડની આવક

અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમનાં મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે, અંબાજીનાં માર્ગો પર માનવ મહેરામણ જોવા મળ્યું છે. મેળાના અંતિમ દિવસે અંદાજિત 5.62 લાખથી વધુ માઇભક્તોએ માતાજીનાં દર્શન કર્યા છે. જ્યારે, 600 થી વધુ ધજા ચઢાવવામાં આવી છે. મહામેળાનાં 7 દિવસ દરમિયાન કુલ 32.54 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી આવ્યા છે. જ્યારે, મેળા દરમિયાન મંદિરમાં 2.66 કરોડ રોકડની આવક થઈ છે.

આ પણ વાંચો - Harsh Sanghvi એ અંબાજી મંદિરમાં ધજા ચઢાવી

7 દિવસમાં કુલ 32.54 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી આવ્યા

અંબજીમાં (Ambaji) ભાદરવી પૂનમનાં મેળાનો આજે અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં માઈભક્તો શક્તિપીઠ પહોંચ્યા હતા અને માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આજે અંબાજી ધામમાં 5.62 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાજીનાં દર્શન કર્યા છે. મહામેળામાં (Bhadarvi Poonam Mahamela) 7 દિવસમાં કુલ 32.54 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી આવ્યા છે. મેળા દરમિયાન મંદિરમાં રૂ. 2.66 કરોડ રોકડની આવક થઈ છે. જ્યારે અંબાજી મંદિરમાં 7 દિવસમાં 500 ગ્રામ સોનાનું દાન મળ્યું છે. પ્રસાદીની વાત કરીએ તો 19.59 લાખ મોહનથાળ પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Gujarat Politics : જવાહર ચાવડાનાં લેટર 'બોમ્બ' અને 'સદસ્યતા અભિયાન' મુદ્દે કોંગ્રેસ નેતાએ BJP પર સાધ્યું નિશાન!

મંદિરમાં રૂ. 2.66 કરોડ રોકડની આવક, સોનાનું દાન થયું

ઉપરાંત, મહામેળા (Bhadarvi Poonam Mahamela) દરમિયાન ભોજનશાળામાં 5.19 લાખ યાત્રાળુઓએ લાભ લીધો હતો. જ્યારે મંદિર પર 3,137 ધજારોહણ કરવામાં આવી છે. મહામેળાને લઈ 5.04 લાખ શ્રદ્ધાળુઓએ ST બસમાં મુસાફરી કરી હોવાની માહિતી પણ સામે આવી છે. જણાવી દઈએ કે, ભાદરવી પૂનમે અંબાજીમાં 2 અલગ-અલગ ભકતોએ સોનાનો હાર અને લગડીનું દાન કર્યું છે. હારનું વજન 225.520 ગ્રામ, જેની કિંમત 15,33,501 રૂપિયા છે. જ્યારે, બીજા એક ભક્ત દ્વારા 250 ગ્રામ સોનું દાન આપ્યું છે, જેમાં 100 ગ્રામનાં 2 અને 50 ગ્રામનું 1 બિસ્કિટ ભેટ આપ્યું છે. બિસ્કિટની કિંમત 18,62,501 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Rajput Samaj : 20મીએ અસ્મિતા મહાસંમેલન, રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખની જવાબદારી કોને ? નામ આવ્યું સામે!

Tags :
AmbajiAmbaji DhamBanaskanthaBhadarvi Poonam MahamelaDevoteesGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsShaktipeeth
Next Article