Rath Yatra ની તૈયારીઓ સાથે ભગવાનના વાઘા પણ તૈયાર, ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ
Rath Yatra: અમદાવાદની પોળમાં રહેતા મોઢવાડાની પોળના સુનીલ ભાઈએ આ દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી માટે અત્યારથી વાઘા માટે તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતે તેમને બનારસ, વૃંદાવન, મથુરા, બેંગ્લોરથી કાપડ મંગાવ્યું અને સરસ સજાવટથી વાઘા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ભગવાનના વાઘા સાથે હીરા, જરદોજી અને મોતીના વર્કથી અલંકારો તૈયાર કરાયા છે.
ભગવાનના વાઘા માટે તૈયારીઓ આરંભી દીધી
અમદાવાદમાં 7મી જુલાઇએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રાની તૈયારીઓ સાથે અમદાવાદના કારીગરો દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રા, ભગવાન જગન્નાથ શાહી વેશમાં નગરજનોને દર્શન આપશે. ભગવાન જગન્નાથના વાઘાની સાત જોડી તૈયાર છે. જગન્નાથની સુંદર વાઘા તૈયાર થઈ રહી છે. ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે નગરજનો ભગવાનની એક ઝલક જોવા ભગવાનના રથ નિહાળવા દર્શન કરવા આતુર રહેશે.
સુનીલભાઈ ભગવાન જગન્નાથ માટે સુંદર વાઘા બનાવે
ભગવાનના વાઘાની સજાવટ અને બનાવટ છેલ્લા 20 વર્ષથી અમદાવાદના સુનીલભાઈ ભગવાન જગન્નાથ માટે સુંદર વાઘા બનાવે છે. રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘાને આકાશી વાદળી રંગ, સફેદ લાલ, મખમલ, ગઝસિલ્ક વગેરેના કપડામાંથી બનાવવામાં આવે છે. વાઘા બનારસ, વૃંદાવન, મથુરા, બેંગ્લોર અને હૈદરાબાદના કપડામાંથી બનાવવામાં આવે છે. અમદાવાદના સુનિલ ભાઈએ દોઢ મહિનાની મહેનત બાદ હીરા, જરદોસી, મોતીનું કામ અને આભૂષણ તૈયાર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રથયાત્રા સંવેદશીલ વિસ્તારમાંથી પ્રસાર થતી હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. અત્યારે પોલીસ દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહીં છે. છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા યોજાય છે. આ યાત્રામાં હર્ષ ઉલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભક્તોના ઘોડાપૂર ઉમટે છે.