Bhavnagar માં રથયાત્રાની તૈયારીઓને અપાઈ આખરી ઓપ
દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આગામી 20 જૂન અષાઢી બીજના દિવસે ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો...
Advertisement
દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આગામી 20 જૂન અષાઢી બીજના દિવસે ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવે છે. જેમાં 1 મહીના અગાઉથી રથયાત્રા સમિતી દ્વારા કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું. બાદમાં હવે એક પછી એક તૈયારીઓને આખર ઓપ આપી દેવામાં આવી રહ્યો છે. ભગવાન માટેના રથને પણ સાફસૂફ કરીને મેન્ટેનન્સથી લઇને તમામ પ્રકારની તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે.ભાવેણાવાસીઓ વાલ્હાંને વધાવવા થનગની રહ્યા છે
Advertisement