Allu Arjun ના સનકી ચાહકે પેટ્રોલ વડે આત્મદાહની કરી કોશિશ, જુઓ Video
- અલ્લુના ચાહકની પેટ્રોલ છાંટીને આત્મદાહ કરવાની કોશિશ
- પોતાને પેટ્રોલ છાંટીને આત્મદાહ કરવાની કોશિશ કરી
- ચાહકો દ્વારા સરકાર વિરુદ્ધ રોષ પણ ઠાલવવામાં આવ્યો
Allu Arjun’s Fan Attempts Suicide : Allu Arjun સામે નોંધાયેલા કેસમાં દરરોજ વિવિધ વળાંકો આવી રહ્યા છે. સૌ પ્રથમ હૈદરાબાદ પોલીસ ગઈકાલે અચાનક Allu Arjun ના નિવાસસ્થાને ત્રાટકી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારે નીચલી કોર્ટ દ્વારા તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તો Allu Arjun ની લીગલ ટીમ તાત્કાલિક ધોરણે હાઈકોર્ટ પહોંચી હતી. ત્યારે કોર્ટે તેને 4 સપ્તાહ માટે જામીન આપ્યા હતા. પરંતુ તેને રાતવાસો ચંચલગુડ Police Station માં કરવો પડ્યો હતો.
પોતાને પેટ્રોલ છાંટીને આત્મદાહ કરવાની કોશિશ કરી
પરંતુ આજરોજ વહેલી સવારે તેને Police Stationમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. પરંતુ રાતભર Police Station ની બહાર Allu Arjun ના ચાહકોની ભીડ જોવા મળી હતી. તે ઉપરાંત જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ હજારોની તાદાતમાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આ ચાહકો પૈકી એક ચાહકે ચોંકાવનારું પગલું ભર્યું હતું. Allu Arjun સાથે થયેલી ઘટનાને કારણે આ ચાહકે પોતાને પેટ્રોલ છાંટીને આત્મદાહ કરવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો: જેલમાંથી છૂટ્યા બાદ Allu Arjun નું પહેલું નિવેદન, પરિવારને મળ્યો, Video Viral
అల్లు అర్జున్ను విడుదల చేయాలంటూ చంచల్గూడ జైలు వద్ద సూసైడ్ అటెంప్ట్ చేసిన అల్లు అర్జున్ అభిమాని pic.twitter.com/PSaKKiAM8y
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024
સંવેદનશિલ મામલામાં કોઈપણ અગમ્ય પગલું ભરી શકે છે
પરંતુ ત્યાં હાજર પોલીસે આ વ્યક્તિનો હેમખેમ રીતે જીવ બચાવ્યો હતો. તે ઉપરાંત પોલીસ આ વ્યક્તિને Police Station લઈ ગઈ હતી. ત્યારે હાલમાં પણ પોલીસે Allu Arjun ના નિવાસસ્થાને ચાંપતો બંદોબસ્ત તેનાત કર્યો છે. કારણ કે... પોલીસને શંકા છે કે, આ સનકી ચાહકો સંવેદનશિલ મામલામાં કોઈપણ અગમ્ય પગલું ભરી શકે છે.
ચાહકો દ્વારા સરકાર વિરુદ્ધ રોષ પણ ઠાલવવામાં આવ્યો
જોકે હાલમાં, Allu Arjun તેમના નિવાસસ્થાને પહોંચી ગયો છે. તે ઉપરાંત તેને મળવા માટે વિવિધ સાઉથના કલાકારો ઘરે આવી રહ્યા છે. તેની સાથે સોશિયલ મીડિયા પર વિવિધ કલાકારો દ્વારા Allu Arjun ના પક્ષમાં નિવેદન પાઠવવામાં આવ્યા છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર તેમના ચાહકો દ્વારા સરકાર વિરુદ્ધ રોષ પણ ઠાલવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Allu Arjun જેલમાંથી છૂટ્યો, મહિલા મૃત્યુ કેસમાં કોર્ટમાંથી મળી રાહત