Khyati Hospital : 'મોતનાં ખેલ' બાદ મેડિકલ માફિયાઓનો થશે પર્દાફાશ! UN મહેતામાં તમામ દર્દીઓની તપાસ
- Khyati Hospital 'કાંડ' નાં પીડિતોને વસ્ત્રાપુર પો. સ્ટેશન લવાયા
- સમગ્ર ઘટના અંગે તમામ ભોગ બનનાર દર્દીઓની પૂછપરછ કરાશે
- ત્યાર બાદ તમામ દર્દીઓને UN મહેતા હોસ્પિટલ લઈ જવાશે
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં 'મોતનાં ખેલ' નો હવે જલદી પર્દાફાશ થશે. કારણ કે ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' નાં પીડિતો અને પરિવારજનોને વસ્ત્રાપુર પોલિસ સ્ટેશન (Vastrapur Police Station) લવાયા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તમામ દર્દીઓનાં નિવેદનો નોંધવામાં આવશે અને ત્યાર બાદ તેમને યુ.એન. મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital) લઈ જવાશે, જ્યાં તમામ દર્દીઓની ફરી તપાસ કરાશે. બીજી તરફ પોલીસે FSL ને સાથે રાખી પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
આ પણ વાંચો - Khyati Hospital : 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો છતાં ડાયરેક્ટરને અફસોસ નથી! 'બેખોફ હસી' સાથે કહ્યું- અમારી પાસે દર્દીઓનાં..!
Ahmedabad Khyati Hospital : ખ્યાતિ હોસ્પિટલના 'ખેરખાંનો મોટો ખુલાસો | Gujarat First#Ahmedabad #khyatihospital #CEO #medicalcamp #chiragrajput #Gujaratfirst@irushikeshpatel pic.twitter.com/pSn2Yz8QXG
— Gujarat First (@GujaratFirst) November 13, 2024
તમામ દર્દીઓનાં MRI, સોનાગ્રાફી, એક્સ-રે, બ્લડ રિપોર્ટ કરાશે
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) મહેસાણાનાં બે લોકોનાં મોત બાદ ભારે હોબાળો મચ્યો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. માહિતી મુજબ, ખ્યાતિ હોસ્પિટલનાં 'કાંડ' નાં પીડિતો અને તેમના પરિવારજનોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લવાયા છે. અહીં, તેમના નિવેદનો લેવામાં આવશે. ત્યાર બાદ 15 જેટલા દર્દીઓને UN મહેતા હોસ્પિટલ લઈ જવાશે. અહીં, તમામ દર્દીઓની ફરી તપાસ કરાશે. કાર્ડિયોલોજિસ્ટમાં પ્રાઈમરી ચેક અપ થશે, તમામ દર્દીઓનાં MRI, સોનાગ્રાફી, એક્સ-રે, બ્લડ રિપોર્ટ કરાશે. ઉપરાંત, એન્જિયોગ્રાફી (Angiography) અને સ્ટેન્ટની જરૂર હતી કે કેમ ? તેની તપાસ પણ કરાશે.
આ પણ વાંચો - Gandhinagar : સચિવાલયનાં ક્લાસ-2 અધિકારીની 'ગંદી બાત' વાઇરલ! સો. મીડિયા પર યુવતીઓનું કરતો હતો શોષણ!
પોલીસે FSL ને સાથે રાખી પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી
બીજી તરફ પોલીસે FSL ને સાથે રાખી પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જણાવી દઈએ કે, આ મામલે સરકારે પણ કડક કાર્યવાહીનાં આદેશ કર્યા છે અને કહ્યું છે કે જે પણ વ્યક્તિ જવાબદાર હશે તેને કડકમાં કડક સજા કરવામાં આવશે. સાથે જ ખ્યાતિ હોસ્પિટલની (Khyati Hospital ) બેદરકારી સાબિત થશે તો લાઇસન્સ રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો - Khyati Hospital માં 'મોતનાં ખેલ' મામલે મોટા સમાચાર! હોસ્પિટલ સામે સરકાર બનશે ફરિયાદી!