Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tel Aviv માં રહેલા ભારતીયો માટે ભારતીય Embassy એ જાહેર કરી આ Advisory

ભારતીય લોકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ Tel Aviv flight 8 ઓગસ્ટ સુધી સ્થગિત કન્ફર્મ બુકિંગવાળા મુસાફરોને સહાય આપવામાં આવી રહી Indian Embassy Advisory: Israel અને Hamas વચ્ચે વધી રહેલા યુદ્ધ વચ્ચે Tel Aviv માં ભારતીય Embassy એ ત્યાં...
tel aviv માં રહેલા ભારતીયો માટે ભારતીય embassy એ જાહેર કરી આ advisory
  • ભારતીય લોકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ

  • Tel Aviv flight 8 ઓગસ્ટ સુધી સ્થગિત

  • કન્ફર્મ બુકિંગવાળા મુસાફરોને સહાય આપવામાં આવી રહી

Indian Embassy Advisory: Israel અને Hamas વચ્ચે વધી રહેલા યુદ્ધ વચ્ચે Tel Aviv માં ભારતીય Embassy એ ત્યાં રહેતા ભારતીયો માટે Advisory જારી કરી છે. તેના અંતર્ગત ભારતીય નાગરિકોને વધતા પ્રાદેશિક તણાવને ધ્યાનમાં રાખીને Israel ની કોઈપણ "બિન-જરૂરી મુસાફરી" ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ મધ્ય એશિયામાં વધતા તણાવને જોતા Air India એ 8 ઓગસ્ટ સુધી Tel Aviv flight રદ કરવાની જાહેરાત કરી છે.

Advertisement

ભારતીય લોકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ

Advisory માં કહેવામાં આવ્યું છે કે Israel માં પહેલાથી જ રહેતા ભારતીય લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની બિનજરૂરી મુસાફરીમાં ઘટાડો કરે અને તેમના સત્તાવાર ઈમેલ અથવા ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર સાથે એમ્બેસી સાથે નિયમિત સંપર્કમાં રહે. Tel Aviv માં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, Israel માં તમામ ભારતીય નાગરિકોને એલર્ટ રહેવાની અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: Breaking : હમાસના ચીફને આ રીતે ઉડાડી દેવાયો...

Tel Aviv flight 8 ઓગસ્ટ સુધી સ્થગિત

અગાઉ બેરુતમાં ભારતીય Embassy 1 ઓગસ્ટના રોજ લેબનોનને લઈને આવી જ Advisory જારી કરી હતી. ભારતની ટ્રાવેલ એડવાઇઝરી ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોની દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ જાહેર કરવામાં આવી છે. ત્યારે મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે એર ઇન્ડિયાએ આજરોજ Tel Aviv flight 8 ઓગસ્ટ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. એરલાઈને ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે મધ્ય પૂર્વના ભાગોમાં ચાલી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેણે Tel Aviv માટે તેની ફ્લાઈટ્સ 8 ઓગસ્ટ, 2024 સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

Advertisement

કન્ફર્મ બુકિંગવાળા મુસાફરોને સહાય આપવામાં આવી રહી

એરલાઈને કહ્યું કે આ સમયગાળા દરમિયાન Tel Aviv થી મુસાફરી માટે કન્ફર્મ બુકિંગવાળા મુસાફરોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આમાં ટિકિટના રિશેડ્યુલિંગ અને કેન્સલેશન પર એકવાર આપવામાં આવતું ડિસ્કાઉન્ટ સામેલ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ Air India સમયાંતરે Tel Aviv માટે તેની ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરતી રહી છે.

આ પણ વાંચો: WAR : ઇઝરાયેલ-ઇરાન વચ્ચે જંગના એંધાણ, ભારતથી ફ્લાઇટ્સ રદ કરાઇ

Tags :
Advertisement

.