Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : આખરે કોના પાપે પ્રજાનાં રૂ.180 કરોડ ધૂળધાણી થયાં ? 15 વર્ષ પહેલા બનેલા ગરીબ આવાસ તોડી પડાશે!

AMC એ પ્રજાનાં પરસેવાનાં કરોડો રૂપિયા વેડફી નાખ્યા! વટવામાં આવેલા જર્જરિત આવાસને તોડી પાડવાનો નિર્ણય 15 વર્ષ અગાઉ રૂ.180 કરોડોનાં ખર્ચે બનાવવામાં આવ્યા હતા 15 વર્ષથી ફાળવણી ના થતાં આવાસ જર્જરિત બની ગયા અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાં 15 વર્ષ...
ahmedabad   આખરે કોના પાપે પ્રજાનાં રૂ 180 કરોડ ધૂળધાણી થયાં   15 વર્ષ પહેલા બનેલા ગરીબ આવાસ તોડી પડાશે
  1. AMC એ પ્રજાનાં પરસેવાનાં કરોડો રૂપિયા વેડફી નાખ્યા!
  2. વટવામાં આવેલા જર્જરિત આવાસને તોડી પાડવાનો નિર્ણય
  3. 15 વર્ષ અગાઉ રૂ.180 કરોડોનાં ખર્ચે બનાવવામાં આવ્યા હતા
  4. 15 વર્ષથી ફાળવણી ના થતાં આવાસ જર્જરિત બની ગયા

અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાં 15 વર્ષ પહેલા બનાવવામાં આવેલ આવાસ કે જેની કોઈને ફાળવણી કરવામાં આવી ન હોવાથી ખંડેર બની ગયા છે અને તેને હવે તોડવાનો નિર્ણય અમદાવાદ મનપા (AMC) દ્વારા કરવામાં આવ્યો છે. આમ, પ્રજાનાં રૂ. 180 કરોડનાં ખર્ચે 15 વર્ષ પહેલા બનાવેલા આવાસ ફાળવવામાં આવ્યા નહીં, જેના કારણે અસામાજિક તત્વો દ્વારા સળિયા, ટાઇલ્સ, પાઇપ પણ ઉખાડીને લઈ જવામાં આવ્યા, જેથી આવાસ ખંડેર બની ગયા.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં 'Hit and Run' કેસનાં આરોપી સગીરને લાઇસન્સ મળશે કે નહીં ? RTO અધિકારીએ કરી સ્પષ્ટતા!

Advertisement

AMC એ પ્રજાનાં પરસેવાનાં કરોડો રૂપિયા વેડફી નાખ્યાં!

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની (AMC) ઉદાસીનતાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. AMC એ પ્રજાનાં પરસેવાનાં કરોડો રૂપિયા વેડફી નાખ્યાં હોય તેવી ઘટના સામે આવી છે. વિગતે વાત કરીએ તો, અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાં 15 વર્ષ પહેલા રૂ. 180 કરોડનાં ખર્ચે 547 જેટલા આવાસ બનાવવામાં આવ્યા હતા, જે નાગરિકોને ફાળવવામાં આવ્યા નહોતા, જેના કારણે તમામ આવાસ જર્જરિત થયા છે. માહિતી મુજબ, આ જર્જરિત આવાસોને તોડી પાડવામાં આવશે. સ્ટ્રકચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા કોર્પોરેશન દ્વારા આવાસોને તોડવાની કામગીરી હાથ ધરાશે.

Advertisement

આ પણ વાંચો - Bhuj : ચોકલેટની લાલચ આપી 5 વર્ષની માસૂમ સાથે કુકર્મ કરનારાને આકરી સજા, ફટકારાયો આટલો દંડ

અસામાજિક તત્વો આવાસોમાંથી સળિયા, ટાઇલ્સ, પાઇપ ઉખાડી લઈ ગયા

માહિતી મુજબ, વટવામાં આવેલા આ આવાસોની ફાળવણી ન થતાં તેનો દુરૂપયોગ થતો હતો. અસામાજિક તત્વો દ્વારા આવાસોમાંથી સળિયા, ટાઇલ્સ, પાઇપ પણ ઉખાડીને લઈ જવામાં આવ્યા છે. પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ કે પીલરનાં સળિયા અને કોંક્રિટ કાઢી લેવામાં આવતા સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ (Structures Stability Report) પણ નેગેટિવ આવ્યો હતો. આથી, હવે AMC એ 180 કરોડનાં ખર્ચે બનેલા આ આવાસોને તોડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અહીં, સવાલ એ થાય છે કે શાં માટે આટલા વર્ષ સુધી આવાસ કોઈને ફાળવવામાં આવ્યા નહીં ? શું કોઈનાં દબાણથી આવાસની ફાળવણી કરવામાં આવી નથી ? કે પછી અન્ય કોઈ કારણથી ફાળવવામાં આવ્યા નહીં ?

Gujarat First એ પ્રસારિત કર્યો હતો અહેવાલ

આ અંગે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) થોડાક સમય પહેલા જ આ બાબતે અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારે સ્થળ પર તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે 547 આવાસ અસામાજિક પ્રવૃત્તિઓનો જાણે અડ્ડો બની ગયો હોય તેમ સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે અમદાવાદમાં (Ahmedabad) આ જગ્યા પર આવાસ તોડીને ભવિષ્યમાં નવા આવાસ બનાવશે તો તે કોઈને ફળવાશે કે કેમ તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો - Bharuch : મુમતાજ પટેલ અને ભૂષણ ભટ્ટ સામસામે! સો. મીડિયા પર જામ્યું વાક્યયુદ્ધ!

Tags :
Advertisement

.