Ahmedabad West Lok Sabha : ભાજપ માટે ગઢ સમાન બેઠક
Ahmedabad West Lok Sabha : અમદાવાદ પશ્ચિમ લોકસભા (Ahmedabad West Lok Sabha) મતવિસ્તાર ગુજરાતમાં આવેલા 26 લોક સભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. આ મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. Ahmedabad West Lok Sabha બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. તેમાં પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. 2019ની છેલ્લી ચૂંટણીમાં પણ ડૉ. સોલંકી આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. જોકે આ વખતે ભાજપે અમદાવાદ પશ્ચિમ Ahmedabad West Lok Sabha ની બેઠકમાં વર્તમાન સાંસદ ડો કિરીટ સોલંકીનું પત્તુ કાપ્યું છે. ભાજપે તેમના સ્થાને દિનેશ મકવાણાને ટિકીટ આપી છે, જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે.
ઐતિહાસિક સ્થિતિ --
યુનેસ્કો તરફથી જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તે શહેર એટલે અમદાવાદ. અમદાવાદમાં બે લોકસભા બેઠકો આવે છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ.અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમાં ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને 1960થી 1972 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.
રાજકીય ઈતિહાસ --
1951થી 2009 સુધી અમદાવાદની લોકસભા બેઠક એક જ હતી..2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. તેમાં પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. 2014 અને 2019ની છેલ્લી ચૂંટણીમાં પણ ડૉ. સોલંકી આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.
અમદાવાદ પશ્ચિમ બેઠકનું સમીકરણ
વર્ષ વિજેતાનું નામ પક્ષ
2009 ડૉ. કિરીટ સોલંકી ભાજપ
2014 ડૉ. કિરીટ સોલંકી ભાજપ
2019 ડૉ. કિરીટ સોલંકી ભાજપ
વિધાનસભાની બેઠક --
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા અને અસારવા વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. આમાંથી 2002ની વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠક ભાજપે જીતી છે તો બે બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.
બેઠક | વિજેતા | પક્ષ |
એલિસબ્રિજ | અમિત શાહ | ભાજપ |
અમરાઈવાડી | ડૉ. હસમુખ પટેલ | ભાજપ |
દરિયાપુર | કૌશિકભાઈ જૈન | ભાજપ |
જમાલપુર ખાડિયા | ઈમરાન ખેડાવાલા | કોંગ્રેસ |
મણિનગર | અમુલ ભટ્ટ | ભાજપ |
દાણીલીમડા | શૈલેષભાઈ પરમાર | કોંગ્રેસ |
અસારવા | દર્શનાબેન વાઘેલા | ભાજપ |
વર્તમાન સાંસદની કામગીરીનું સરવૈયું --
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવ્યા બાદ સતત 3 ટર્મથી ભાજપના ડૉ. કિરીટભાઈ સોલંકી સાંસદ પદે ચૂંટાઈ આવ્યા છે. 2019ની ચૂંટણીમાં કિરીટભાઈ સોલંકીની 60.81 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 6,41,622 મત મળ્યાં હતા. આ બેઠક તેમણે 3,21,546 મતના માર્જિનથી જીતી હતી.
ડૉ. કિરીટ સોલંકીનો સંસદનો ટ્રેક રેકર્ડ (2019-2024)
હાજરી | 94 ટકા |
પ્રશ્નો પૂછ્યા | 219 |
ચર્ચામાં ભાગ લીધો | 100 |
ખાનગી બિલ | 11 |
ડૉ. કિરીટ સોલંકીની ફંડ ફાળવણી (2019-2024)
કુલ ભંડોળ | 17 કરોડ |
કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમ | 9.50 કરોડ |
વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમ | 9.58 કરોડ |
સાંસદ દ્વારા ભલામણ | 12.18 કરોડ |
મંજૂર થયેલી રકમ | 11.38 કરોડ |
ખર્ચાયેલી રકમ | 9.57 કરોડ |
કેટલા ટકા ઉપયોગ | 98.83 ટકા |
વપરાયા વિનાની રકમ | 97 હજાર |
ગ્રાન્ટ -- ભલામણ કરેલાં કામ -- પૂર્ણ થયેલાં કામ
વર્ષ 2019-20માં 2.50 કરોડની ગ્રાન્ટ સામે 5.01 કરોડનો ખર્ચ, કુલ 31 કામની ભલામણ તે પૈકી 30 પૂર્ણ થયા
વર્ષ 2020-21માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે કોરોનાના કારણે શૂન્ય ખર્ચ
વર્ષ 2021-22માં 2 કરોડ ગ્રાન્ટ ફાળવણી સામે 1.85 કરોડનો ખર્ચ, 24 કામની ભલામણ તે પૈકી 21 પૂર્ણ
વર્ષ 2022-23માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે 2.53 કરોડનો ખર્ચ, 52 કામની ભલામણ તે પૈકી તમામ બાકી
વર્ષ 2023-24માં શૂન્ય ગ્રાન્ટની ફાળવણી
અમદાવાદના પ્રાણપ્રશ્નો પણ પુરા કર્યા
ભાજપે આ વખતે ડો કિરીટ સોલંકી સ્થાને દિનેશ મકવાણાને ટિકીટ આપી છે, જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ પક્ષના શિર્ષ નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ તબક્કે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હું 1987માં રાજકારણમાં આવ્યો. કોર્પોરેટર બન્યો 2 વખત ડે.મેયર બન્યો. સત્તા અને સંગઠનનો મને અનુભવ છે. વડાપ્રધાને ગુજરાતમાં ખુબ વિકાસ કર્યો છે. તેમણે 2014 બાદ દેશમાં પણ સારો વિકાસ કર્યો છે તો સાથે અમદાવાદના પ્રાણપ્રશ્નો પણ પુરા કર્યા છે. મારો સાત વખત પ્રચાર પૂરો થઇ ગયો છે જ્યારથી હું ઉમેદવાર બન્યો ત્યારથી જ હું અને કાર્યકરો રાતદિન કામ કરી રહ્યા છીએ.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક
2009માં અમદાવાદ પશ્ચિમ બેઠક અસ્તિત્વમાં આવી
આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે
છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભાજપનો છે દબદબો
રાજ્યના આર્થિક પાટનગરની સૌથી ચર્ચિત સીટ
અગાઉ અમદાવાદ બેઠકમાં સમાવિષ્ટ હતો વિસ્તાર
1989થી આ વિસ્તારમાં છે ભાજપનું એકહથ્થું શાસન
નવા સીમાંકનમાં 2009માં બેઠક અસ્તિત્વમાં આવી
છેલ્લી ત્રણ ટર્મથી ડૉ.કિરીટ સોલંકી છે સાંસદ
સંપૂર્ણપણે શહેરી વિસ્તાર અને મતદાર ધરાવે છે
સીમાંકનમાં શહેરની 7 વિધાનસભાનો સમાવેશ
અમદાવાદ પશ્ચિમમાં કુલ મતદાર
17,11,932 | કુલ મતદાર |
8,82,968 | પુરુષ મતદાર |
8,28,895 | સ્ત્રી મતદાર |
69 | અન્ય મતદાર |
અમદાવાદ પશ્ચિમમાં જ્ઞાતિવાદી સમીકરણ
સવર્ણ | 22 ટકા |
ક્ષત્રિય | 12 ટકા |
પરપ્રાંતીય | 15 ટકા |
દલિત | 20 ટકા |
ઓબીસી | 8 ટકા |
લઘુમતિ | 7 ટકા |
અમદાવાદ પશ્ચિમનું 2019નું ચૂંટણી પરિણામ
2019માં અમદાવાદ પશ્ચિમમાં ભાજપની જીત
ભાજપના ડૉ.કિરીટ સોલંકી સાંસદ પદે ચૂંટાયા
ભાજપને ઉમેદવારને કુલ 6,41,622 મત મળ્યાં
કોંગ્રેસના રાજુભાઈ પરમાર ચૂંટણી હાર્યા હતા
અમદાવાદ પશ્ચિમ લોકસભાની સમસ્યાઓ
ગટર અને વરસાદી પાણી નિકાલની સમસ્યા
ઔદ્યોગિક એકમોના દૂષિત પાણીનો પ્રશ્ન
સારા રસ્તાનો અભાવ અને ટ્રાફિકની સમસ્યા
અનેક વોર્ડમાં પાયાગત સુવિધાઓનો છે અભાવ
મોંઘવારી, ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ચર્ચામાં
અહેવાલ-----વિજય કુમાર દેસાઇ, અમદાવાદ
આ પણ વાંચો------ Ahmedabad East Lok Sabha seat : ભાજપનો દબદબો કોંગ્રેસ તોડી શકશે ?
આ પણ વાંચો------ Sabarkantha Lok Sabha : ક્યારેક કોંગ્રેસનો ગઢ અને હવે ભાજપનો ગઢ
આ પણ વાંચો---- Patan Lok Sabha—ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો