Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : Waqf બોર્ડે AMC ની 31 જમીન પર કબજો કર્યો! લિગલ કમિટીની કાર્યવાહી તેજ

Waqf Board દ્વારા AMC ની 31 જમીનો પર કબજો કરાયો હોવાનો ઘટસ્ફોટ!  31 જમીનમાં સરખેજ-રોઝાની કમિટીની 2 જગ્યાનો સમાવેશ! અમદાવાદ લીગલ કમિટીનો મહત્ત્વનો નિર્ણય અમદાવાદમાં (Ahmedabad) વકફ બોર્ડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની 31 જમીનો પર કબજો કરવામાં...
ahmedabad   waqf બોર્ડે amc ની 31 જમીન પર કબજો કર્યો  લિગલ કમિટીની કાર્યવાહી તેજ
Advertisement
  1. Waqf Board દ્વારા AMC ની 31 જમીનો પર કબજો કરાયો હોવાનો ઘટસ્ફોટ! 
  2. 31 જમીનમાં સરખેજ-રોઝાની કમિટીની 2 જગ્યાનો સમાવેશ!
  3. અમદાવાદ લીગલ કમિટીનો મહત્ત્વનો નિર્ણય

અમદાવાદમાં (Ahmedabad) વકફ બોર્ડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની 31 જમીનો પર કબજો કરવામાં આવ્યો હોવાના ચોંકવનારા અહેવાલ સામે આવ્યા છે. લીગલ કમિટીમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરાયો હોવાનો મોટો ધડાકો થયો છે. હવે લીગલ કમિટીનાં ચેરમેન પોતે વકફ બોર્ડની જમીનો અંગે પરામર્શ કરશે. બીજી તરફ નકલી જજ મોરિસ કિશ્ચિયન અને વકફનાં જમીન વિવાદ બાદ અમદાવાદ લીગલ કમિટીએ (Ahmedabad Legal Committee) મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો છે.

આ પણ વાંચો - Amreli : ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી ? : PM Narendra Modi

Advertisement

વકફ બોર્ડ દ્વારા AMC ની 31 જમીનો પર કબજો કરાયાનો ઘટસ્ફોટ!

અમદાવાદમાં AMC ની લગભગ 31 જેટલી જમીનો પર વકફ બોર્ડ (Waqf Board) દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવી છે. આ 31 જગ્યાઓમાં સરખેજ-રોઝા કમિટીની 2 જગ્યાનો પણ સમાવેશ છે. લિગલ કમિટીમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરાયો હોવાનો ધડાકો થયો છે. હવે, લીગલ કમિટીમાં (Ahmedabad Legal Committee) સિનિયર વકીલની નિમણૂક કરી જમીનોનાં કબ્જા મેળવવા તજવીજ શરૂ કરાઈ છે. અમદાવાદ મનપાની તરફેણમાં તમામ ચુકાદા લાવવા લીગલ કમિટી દ્વારા પ્રયાસ કરાશે.

Advertisement

આ પણ વાંચો - IPS હસમુખ પટેલની GPSC નાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ

હવે લીગલનાં બધા જ દસ્તાવેજ ઓનલાઈન મૂકાશે!

આ કેસો માટે આસિસ્ટન્ટ મેનેજર, એક સિનિયર લીગલ ઓફિસર અને બે જુનિયર લીગલ ઓફિસર સાથેનું સ્પેશયલ મોનિટરિંગ સેલ પણ ઊભું કરાશે. લીગલ કમિટીનાં ચેરમેન પોતે આ કમિટી સાથે વકફ બોર્ડની (Waqf Board) જમીનો અંગે ચર્ચા કરશે. ઉપરાંત, નકલી જજ મોરિસ કિશ્ચિયન અને વકફનાં જમીન વિવાદ બાદ અમદાવાદ લીગલ કમિટીએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો છે. જે મુજબ, હવે લીગલનાં બધા જ દસ્તાવેજ ઓનલાઈન મૂકાશે. સાથે જ 7 ઝોનમાં કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓની નિમણૂક પણ કરાશે. નિમણૂક બાદ બધા જ દસ્તાવેજો ઓનલાઈન મૂકાશે. તેમ લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું.

આ પણ વાંચો - સતત બીજા દિવસે સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી, તાલાલામાં આવ્યો ભૂકંપ!

Tags :
Advertisement

.

×