Ahmedabad: ગુજરાત ફર્સ્ટ દ્વારા હાથ ધરાયું રિયાલીટી ચેક, વાંચ ગામે ફટાકડાની ફેક્ટરીમાં ગંભીર બેદરકારી સામે આવી
- વાંચ ગામે ફટાકડાની ફેકટરીમાં પહોંચ્યુ ગુજરાત ફર્સ્ટ
- રીયાલીટી ચેકમાં ફાયર સેફ્ટીનો અભાવ
- દારૂગોળો બનાવવા માટે જરૂરી લાયસન્સ પણ જોવા ન મળ્યા
બનાસકાંઠા જીલ્લાનાં ડીસા ખાતે છેલ્લા ઘણા સમયથી ધમધમી રહેલ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીએ 21 લોકોનાં સ્વજનો છીનવી લીધા છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી હાલત વહીવટી તંત્રની થઈ છે. વહીવટી તંત્રની બેદરકારીનાં કારણે 21 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. જવાબદારી સરકારી બાબુઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અમદાવાદ નજીક આવેલ વાંચ ગામમાં પણ અસંખ્ય પ્રમાણમાં ફટાકડાની ફેક્ટરી આવેલ છે. ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા વાંચ ગામે જઈ રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં વહીવટી તંત્રની બેદરકારી છતી થવા પામી હતી.
રીયાલીટી ચેકમાં અનેક બેદરકારી સામે આવી
ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા વાંચ ગામે બાગબાન ફાયર વર્ક્સમાં તપાસ હાથ ધરતા ફાયર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો. રિયાલીટી ચેક દરમ્યાન અનેક બેદરકારી ધ્યાને આવવા પામી હતી. જેમાં ફાયર સેફ્ટીનાં સાધનોની ચકાસણી કરતા ફાયર રિફિલનાં સાધનો બંધ તેમજ એક્સપાયરી ડેટનાં જોવા મળ્યા હતા તો કેટલાક ફાયરનાં રિફિલ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા. તેમજ રિયાલીટી ચેક દરમ્યાન કારીગરો અને માલિક બંને ગેરહાજર દેખાયા હતા. તેમજ ફટાકડાની ફેક્ટરી હોઈ એક્સ્પલોઝીવનું લાયસન્સ લેવું નિયમ મુજબ ફરિયાત છે. તો લાઈસન્સની સીટ પણ ક્યાંય જોવા મળી ન હતી.
આ પણ વાંચોઃ Sanatana Dharma: મોરારી બાપુ કેમ રોષે ભરાયા છે ? જાણો કોને શું કહ્યું બાપુએ...
ફાયર એનઓસી બાબતે કોઈ ખુલાસો નહી
તેમજ જે જગ્યાએ ફટાકડા બને છે તે જગ્યાએ પર ફાયર સેફ્ટીનાં સાધનોની તપાસ હાથ ધરતા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. તેમજ ફટાકડાનો વેસ્ટ અને દારૂગોળો પણ ગોડાઉનની અંદર અસ્તવ્યસ્ત દેખાયો હતો. તેમજ ફાયર એનઓસી બાબતે પૂછપરછ કરતા ફાયર એનઓસી પણ નહી હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. ડીસા જેવી મોટી દુર્ઘટના સર્જાય તો કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે.
આ પણ વાંચોઃ Banaskantha : ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી ઝડપાયો, વહીવટી તંત્રે 21 શ્રમિકોના મોતની કરી પુષ્ટિ
ફાયર વિભાગ ઘોર નિંદ્રામાં
એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી ન હોય તેવા શોપીંગ કોમ્પ્લેક્ષોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ નજીક આવેલ વાંચ ગામમાં ઘણા વર્ષોથી ધમધમતું ફટાકડા બનાવવાનાં કારખાના પર તપાસ હાથ ધરવામાં આવશે કે વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહી છે. તેવો પ્રશ્ન લોક મુખે ચર્ચાઈ રહ્યો હતો.
આ પણ વાંચોઃ Kutch : સ્વામીનાં બફાટ સામે સાધુ સંતોનો વિરોધ, આવતીકાલથી મોગલધામના મહંત અનશન કરશે