Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જાણો દિવસભરનાં કાર્યક્રમો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે (Ahmedabad) અમદાવાદ અને ગાંધીનગરને આપશે વિવિધ વિકાસભેટ AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાકમાર્કેટનું કરશે લોકાર્પણ Ahmedabad : આજથી નવરાત્રિનાં પવિત્ર તહેવારની (Navratri 2024) શરૂઆત થઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહ અને...
ahmedabad   પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે  જાણો દિવસભરનાં કાર્યક્રમો
  1. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે (Ahmedabad)
  2. અમદાવાદ અને ગાંધીનગરને આપશે વિવિધ વિકાસભેટ
  3. AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાકમાર્કેટનું કરશે લોકાર્પણ

Ahmedabad : આજથી નવરાત્રિનાં પવિત્ર તહેવારની (Navratri 2024) શરૂઆત થઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરને (Gandhinagar) કરોડો રૂપિયાનાં વિકાસકામોની ભેટ આપશે. ગૃહમંત્રી અમિત શાહ આ પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુ બેરા સહિત વિવિધ નેતાઓ, અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે.

Advertisement

આ પણ વાંચો - પરોઢ સુધી ગરબાનું આયોજન કરતા પહેલા આ નિયમોનું પાલન કરવું આવશ્યક

અમદાવાદ અને ગાંધીનગરને આપશે કરોડોની ભેટ

પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે (Amit Shah Gujarat Visit) છે. આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં કરોડો રૂપિયાનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાકમાર્કેટનું લોકાર્પણ કરશે. સાથે જ ભાડજ (Bhadaj) પ્રાથમિક શાળાનું પણ લોકાર્પણ કરશે. ઉપરાંત, આજથી શરૂ થતાં નવરાત્રિ પર્વ નિમિત્તે GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) નવરાત્રી મહોત્સવનું ઉદઘાટન કરશે.

Advertisement

આ પણ વાંચો - Sabarkantha : વિવિધ નવરાત્રિ મંડળઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

Advertisement

માણસામાં કુળદેવી બહુચર માતાનાં મંદિરે પૂજા-અર્ચના કરશે

ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) માણસા સ્થિત કુળદેવી બહુચર માતાનાં મંદિરે જઈને પૂજા-અર્ચના કરશે અને માતાજીનાં આશીર્વાદ મેળવશે. અડાલજ (Adalaj) ખાતે હીરામણી આરોગ્યધામ-ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ પણ કરશે. ગાંધીનગર મનપાનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રાતે 10.25 કલાકે પ્રહલાદનગરનાં ઓર્ચિડ વ્હાઇટફિલ્ડ ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજિત રાસ-ગરબા મહોત્સવમાં હાજરી આપશે.

આ પણ વાંચો - Vibrant Navratri Festival 2024:૦૩ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’નો શુભારંભ

Tags :
Advertisement

.