ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahemdabad : શાળા સંચાલકે Gujarat First નાં રિપોર્ટરને આપી ધમકી! કહ્યું- તમારી તાકાત હોય તો..!

મણિનગરની સેવન્થ ડે સ્કૂલનાં સંચાલકની દાદાગીરી! કવરેજ કરવા ગયેલા Gujarat First નાં રિપોર્ટરને આપી ધમકી રિપોર્ટરને કહ્યું કે, તમારી તાકાત હોય તો ચલાવી તો બતાવો..! ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ DEO એ સંચાલકને સવાલ કર્યા DEO એ જવાબ માગ્યો તો...
12:12 PM Oct 14, 2024 IST | Vipul Sen
  1. મણિનગરની સેવન્થ ડે સ્કૂલનાં સંચાલકની દાદાગીરી!
  2. કવરેજ કરવા ગયેલા Gujarat First નાં રિપોર્ટરને આપી ધમકી
  3. રિપોર્ટરને કહ્યું કે, તમારી તાકાત હોય તો ચલાવી તો બતાવો..!
  4. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ DEO એ સંચાલકને સવાલ કર્યા
  5. DEO એ જવાબ માગ્યો તો શાળા સંચાલકોની બોલતી બંધ થઈ

અમદાવાદનાં (Ahemdabad) મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનાં (Seventh Day School) સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષણ વિભાગની પરવાનગી લીધા વિના અને નિયમોને નેવે મૂકીને શાળા સંચાલકોએ 200 જેટલા વિદ્યાર્થીઓ માટે વોટર પાર્કનાં પ્રવાસનું આયોજન કર્યું હોવાનો ઘટસ્ફોટ ગુજરાત ફર્સ્ટની (Gujarat First) તપાસમાં થયો છે. જો કે, આ અંગે સવાલ કરતા સંચાલકે ગુજરાત ફર્સ્ટનાં રિપોર્ટરને ધમકી આપી દાદાગીરી કરી હતી.

આ પણ વાંચો - Ahemdabad : મણિનગરની શાળાનાં સંચાલકોએ 200 વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂક્યો!

શાળાના સંચાલકે Gujarat First નાં રિપોર્ટરને ધમકી આપી!

મણિનગરમાં (Maninagar) આવેલી સેવન્થ ડે સ્કૂલનાં સંચાલકોએ માધ્યમિક શાળાનાં 200 જેટલા વિદ્યાર્થીઓ માટે મહેસાણાનાં બ્લીસ વોટર પાર્કમાં (Mehsana Bliss Water Park) પ્રવાસનું આયોજન કર્યું હતું. જો કે, આ મામલે ગુજરાત ફર્સ્ટે તપાસ કરતા જાણવા મળ્યું કે શાળાનાં સંચાલકોએ આ પ્રવાસ માટે શિક્ષણ વિભાગની (Education Department) પરવાનગી જ લીધી નહોતી. આ મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ શાળાએ પહોંચી ત્યારે શાળાનાં સંચાલકે ગુજરાત ફર્સ્ટનાં રિપોર્ટરને ધમકી આપી દાદાગીરી કરી હતી. શાળા સંચાલકે ગુજરાત ફર્સ્ટનાં રિપોર્ટરને કહ્યું હતું કે, તમારી તાકાત હોય તો ચલાવી તો બતાવો...

આ પણ વાંચો - Banaskantha : લવ જેહાદનો ચકચારી કિસ્સો! ગરબે રમવા ગયેલી 1 બાળકની માતાને વિધર્મી ભગાડી ગયો

DEO એ જવાબ માગ્યો તો શાળા સંચાલકોની બોલતી બંધ!

મંજૂરી વિના પ્રવાસ મુદ્દે કવરેજ કરવા ગયેલા ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) રિપોર્ટર સાથે સેવન્થ ડે સ્કૂલનાં (Seventh Day School) સંચાલકે દાદાગીરી કરી દુર્વ્યવહાર કર્યો હતો. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ અમદાવાદનાં (Ahemdabad) DEO રોહિત ચૌધરીએએ સેવન્થ ડે સ્કૂલનાં સંચાલકો પાસે જવાબ માગ્યો હતો. જો કે, DEO એ જવાબ માગ્યો તો શાળા સંચાલકોની બોલતી બંધ થઈ ગઈ હતી. DEO એ જવાબ પૂછ્યો તો મોઢામાંથી શબ્દો ન નીકળ્યા. DEO એ કહ્યું કે, સરકારની સૂચનાનો કોઇ અનાદર ન કરી શકે. જો સૂચનાનો અનાદર હશે તો અમે કડક કાર્યવાહી કરીશું. NOC રદ્દ કરવી પડશે તો પણ અમે કરીશું. જણાવી દઈએ કે, સેવન્થ ડે સ્કૂલનાં સંચાલક દેશનાં સૌથી મોટા બોર્ડ 'કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન' નાં ચેરમેન પણ છે.

આ પણ વાંચો - Anand : રવિવારે મોડી રાતે ગમખ્વાર ટ્રીપલ અકસ્માત, એકનું ઘટના સ્થળ પર જ મોત

Tags :
AhemdabadCouncil for Indian School Certificate ExaminationDEOEducation-DepartmentGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHarni botkandLatest Gujarati NewsManinagarMehsana Bliss Water ParkRohit ChaudharySeventh Day SchoolVadodarawater park
Next Article