Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : દિવાળી પહેલા ST નિગમે વધુ 47 નવી બસોની ભેટ આપી, હર્ષભાઈ સંઘવીએ બતાવી લીલીઝંડી

અહેવાલ - સંજય જોશી દિવાળી નિમિત્તે પ્રવાસીઓને ST નિગમે વધુ 47 નવી બસોની ભેટ આપી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદ રાણીપ બસ ટર્મિનલથી વધુ 47 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો હર્ષભાઈની ઉપસ્થિતિમાં એસટી કર્મચારીઓ દ્વારા જ લીલીઝંડી...
ahmedabad   દિવાળી પહેલા st નિગમે વધુ 47 નવી બસોની ભેટ આપી  હર્ષભાઈ સંઘવીએ બતાવી લીલીઝંડી

અહેવાલ - સંજય જોશી

Advertisement

દિવાળી નિમિત્તે પ્રવાસીઓને ST નિગમે વધુ 47 નવી બસોની ભેટ આપી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદ રાણીપ બસ ટર્મિનલથી વધુ 47 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો હર્ષભાઈની ઉપસ્થિતિમાં એસટી કર્મચારીઓ દ્વારા જ લીલીઝંડી આપી અને રાજ્યભરમાં નવી બસોને દોડતી કરવામાં આવી હતી. જેમાં 20 સ્લીપર અને 27 ડીલક્ષ બસોનો સમાવેશ થાય છે.

એસટી નિગમે છેલ્લા દસ દિવસમાં કુલ 107 બસોનું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે 101 બસોના ટાર્ગેટ સામે 107 બસો લોકોના પ્રવાસ માટે તૈયાર છે એસટી વિભાગની ઝડપી કામગીરી બદલ તેમને નિગમને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આ બસો પ્રવાસીઓની સુવિધામા વધારો કરશે. તેઓ પોતે પણ સ્લીપર કોચની મુલાકાત લીધી હતી અને આગામી દિવસોમાં હજુ વધુ બસો માર્ગ પર દોડતી કરાશે તેવું જણાવ્યું હતું. તમામ બસોને ઇમરજન્સી ડોર, ઈમરજન્સી વિન્ડો, ફાયર સેફ્ટી, વિહિકલ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. સાથે સાથે બસમાં સલામતીને અનુલક્ષીને ડ્રાઇવરની કેબિનમાં તથા પેસેન્જર સીટ પાસે ફાયર એક્સટિંગ્યુસરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : ડ્રેનેજની સફાઈ દરમિયાન એક સફાઇ કામદારનું ગૂંગળાતા મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.