Ahmedabad: સાઉથ બોપલમાં કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા, રાત્રિના સમયે બની હતી ઘટના
- અમદાવાદમાં ફરી હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી
- સાઉથ બોપલમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે બન્યો બનાવ
- 19 એપ્રિલે રાત્રિ દરમ્યાન બની હતી ઘટના
અમદાવાનાં સાઉથ બોપલમાં હીટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. જેમાં 19 એપ્રિલનાં રોજ સાઉથ બોપલમાં પુરપાટ ઝડપે જઈ રહેલ કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા હતા. આ બાબતે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અકસ્માત સર્જયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો
અમદાવાદનાં સાઉથ બોપલમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે તા. 19 એપ્રિલના રાત્રીના સમયે બે યુવકો ચાલતા જઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલક દ્વારા પોતાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ચાલીને જઈ રહેલ બે વ્યક્તિને ગફલતભરી રીતે હંકારી ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા બંને યુવકો 10 ફૂટ ઢસડાયા હતા. અકસ્માત સર્જયા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવની જાણ બોપલ પોલીસને થતા પોલીસે ગુનો નોંધી કાર ચલકની શોધખોળ શરૂ કરી છે.
પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી
અકસ્માતમાં ઘાયલ થયેલા બંને યુવકો મહારાષ્ટ્રના પૂણેથી તેઓના સબંધીના ઘરે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ બંને યુવકોને સ્થાનિકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ હાલ તેઓની તબીયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે બોપલ પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surat: મૈત્રી મોની સાઇટ પર અજાણ્યા યુવક જોડે મિત્રતા કેળવવી ભારે પડી, બ્લેકમેલ કરી પડાવ્યા રૂપિયા
CCTV ફૂટેજનાં આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી
આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે, યુવકોની ફરિયાદનાં આધારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજનાં આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Pahalgam terrorist attack : ગુજરાતનાં ધાર્મિક સ્થળોની સુરક્ષામાં કરાયો વધારો, પહેલગામ હુમલા બાદ પોલીસ એલર્ટ