Ahmedabad: હીટ એન્ડ રનની ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા, CCTV ફૂટેઝ આવ્યા સામે
- અમદાવાદમાં વધુ એક રફતારનો કહેર આવ્યો સામે
- સોલા ભાગવત વિધાપીઠ નજીક હિટ એન્ડ રન ની ઘટના
- સમગ્ર ઘટનામાં CCTV ફૂટેજ આવ્યા સામે
- ઘટના ના બે દિવસ બાદ પણ કાર ચાલક પોલીસ પકડ થી દૂર
અમદાવાદનાં સોલા ભાગવત પાસેથી સોલા ભાગવત વિદ્યાપીઠનાં ગૃહપતિ તેમજ અન્ય એક યુવક પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુર ઝડેપ આવી રહેલ કાર ચાલક દ્વારા તેઓને ટક્કર મારી ફરાર થઈ ગયા હતા. જે બાદ તેઓને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતા પોલીસ દ્વારા આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પરિવારજનો દ્વારા સોલા પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે.
Hit-and-Run Horror Near Bhagwat Vidyapith, Ahmedabad : અમદાવાદમાંથી વધુ એક રફતારનો કહેર આવ્યો સામે! | Gujarat First
સોલા ભાગવત વિધાપીઠ નજીક હિટ એન્ડ રનની ઘટના
હિટ એન્ડ રનની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
5 એપ્રિલની રાત્રે 12:10 કલાકે બની હતી ઘટના
ટૂ વ્હિલર પર જતા 2 લોકોને કારચાલકે… pic.twitter.com/g1rJGdMFWi— Gujarat First (@GujaratFirst) April 6, 2025
ઈજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડાયા
ગત તા. 5.4.2025 નાં રાત્રે 12 વાગ્યા સુમારે સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રહેતા ગૃહપતિ ચૈતન્ય જોશી અને ઋષિકુમાર હાર્દિક જોશીને એક કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જે બાદ રોડ પરથી પસાર થતા રાહદારીઓ દ્વારા 108 મારફત તેઓને સારવાર અર્થે ખસેડ્યા હતા. જે બાદ પરિવારજનો દ્વારા સોલા પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટનાને બે દિવસ જેટલો લાંબો સમય વીતી જવા છતાં પોલીસ દ્વારા કાર ચાલક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ Jivraj Park Fire Accident: મોતે માસૂમને આપી માત....ફાયર ઓફિસરની બહાદુરી એળે ગઈ
પોલીસ પર ગંભીર આક્ષેપો
ફરિયાદી દ્વારા સોલા પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે સમગ્ર ઘટનાની સીસીટીવી આવી ગયા હોવા છતાં પોલીસ આરોપીઓને કેમ પકડતી નથી. કાર ચાલકની ગાડીનો નંબર ઉપલબ્દ હોવા છતાંય પોલીસ દ્વારા ઢીલી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. તેમજ બંને ઈજાગ્રસ્તોની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.