Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : નકલી જજ મોરિસ ઠગાઈનો અઠંગ ખેલાડી! એક પછી એક થયા ચોંકાવનારા ખુલાસા!

વર્ષ 2006-2007 નાં એક વિવાદમાં નકલી જજે નકલી 'આખરી હુકમ' કર્યો હતો (Ahmedabad) વર્ષ 2015 માં જજનાં પરિપત્રમાં આર્બિટ્રેશન કાઉન્સિલર તરીકે ઉલ્લેખ વર્ષ 2009 માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં બન્યો હતો નકલી વકીલ અમદાવાદમાં (Ahmedabad) નકલી કોર્ટ ઊભી કરીને બોગસ...
ahmedabad   નકલી જજ મોરિસ ઠગાઈનો અઠંગ ખેલાડી  એક પછી એક થયા ચોંકાવનારા ખુલાસા
Advertisement
  1. વર્ષ 2006-2007 નાં એક વિવાદમાં નકલી જજે નકલી 'આખરી હુકમ' કર્યો હતો (Ahmedabad)
  2. વર્ષ 2015 માં જજનાં પરિપત્રમાં આર્બિટ્રેશન કાઉન્સિલર તરીકે ઉલ્લેખ
  3. વર્ષ 2009 માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં બન્યો હતો નકલી વકીલ

અમદાવાદમાં (Ahmedabad) નકલી કોર્ટ ઊભી કરીને બોગસ જજ બની છેતરપિંડી આચરનારા આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનને (Morris Samuel Christian) ગઈકાલે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં પોલીસે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, આરોપી મોરિસે કોર્ટમાં પોલીસ સામે જ માર માર્યાની ફરિયાદ કરી હતી. નકલી આર્બિટ્રેટર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની ધરપકડ બાદ તપાસમાં તેના એક પછી એક મસમોટા કૌભાંડ સામે આવ્યા છે.

વર્ષ 2006-2007

નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન સામે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) કંટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી હતી. વર્ષ 2006-2007 નાં એક વિવાદમાં નકલી જજે હુકમ કર્યો હતો. "ફાઇનલ અવોર્ડિંગ" એટલે કે આખરી હુકમનાં નામે કરેલા ઓર્ડરમાં 11 કરોડ 25 લાખ રૂપિયા ચુકવવા આદેશ કર્યો હતો. આરોપીએ આર્બિટ્રેશનનાં નામે 15 લાખ રૂપિયા જમા કરાવવા પણ આદેશ કર્યો હતો. જો કે, આ સમગ્ર મામલે GMDC દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને આર્બિટ્રેટર (Arbitrator) તરીકે જાહેર કરી શકે નહીં તે પ્રકારનો હુકમ કર્યો હતો. આ સમગ્ર મામલે 3 સપ્ટેમ્બર 2015 ના રોજ નકલી જજ (Fake Judge) મોરિસને હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા ફરમાન કરાયું હતું અને હાઈકોર્ટે સમગ્ર ઘટનાને ગંભીર ગણાવીને 'આખરી હુકમ' ને રદ કર્યો હતો. આ સાથે કોર્ટે મોરિસને ભવિષ્યમાં આ પ્રકારે ના કરવા ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ, તેમ છતાં મોરિસ દ્વારા લોકોને છેતરવાની ઘટનાઓ બની હતી.

Advertisement

Advertisement

વર્ષ 2007

વર્ષ 2007 માં નકલી વિઝાના ગુનામાં આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન મુંબઈથી (Mumbai) ઝડપાયો હતો. આ કેસની તપાસ દરમિયાન 9 જેટલા અલગ-અલગ નામોનાં ભારતીય પાસપોર્ટ આરોપી પાસેથી મળી આવ્યા હતા. ત્યારે અમદાવાદ (Ahmedabad) ક્રાઇમબ્રાન્ચે IPC ની કલમ 406, 420 હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી ગુજરાત બાર કાઉન્સિલનું (Gujarat Bar Council) સભ્યપદ ધરાવતો ન હોવા છતાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. વર્ષ 2007 માં પોલીસ તપાસ દરમિયાન આરોપી ઇન્ટરનેશનલ બાર કાઉન્સિલનું સભ્યપદ ધરાવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો.

આ પણ વાંચો - Ahmedabad : નકલી જજને કોર્ટમાં રજૂ કરાયો, આરોપીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

વર્ષ 2009

રાજ્યનાં ચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં (Sohrabuddin Encounter Case) પણ આરોપી નકલી વકીલ બન્યો હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2009 માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન આરોપીનાં વકીલ તરીકે કોર્ટમાં હાજર થયો હતો અને જામીનની માગ કરી હતી. આ સમગ્ર મામલે એક ફરિયાદી દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. લેખિતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે અભિપ્રાયમાં જણાવ્યું કે, મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન કોઈપણ જાતની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સનદ ધરાવતો નથી. ત્યાર બાદ એડવોકેટ એક્ટ 1961 હેઠળ સનદ વગર ગેરકાયદેસર વકીલાત કરનાર સામે બાર કાઉન્સિલે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - Vadodara : ગઠિયાએ મહિલાને તેના જ ઘરમાં કરી 'Digital Arrest', ધાક-ધમકી આપી પડાવ્યા રૂપિયા!

વર્ષ 2015

અત્રે ઉલ્લેખનીય છે કે, નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન ઠગાઈનો અઠંગ ખેલાડી છે. કારણ કે તેની તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2015 માં પણ આરોપી મોરિસે ગાંધીનગર (Gandhinagar) તત્કાલીન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજનો ખોટો પરિપત્ર બનાવ્યો હતો. પરિપત્રમાં પોતે આર્બિટ્રેશન કાઉન્સિલર તરીકે હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને રૂપિયા એક લાખની ઠગાઈ કરી હતી. આ મામલે અમદાવાદનાં (Ahmedabad) પુષ્પાબેન પટેલ વતી હિતેશ પટેલે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપી મોરિસે ખોટી રીતે રૂ. 1 લાખ પડાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વર્ષ 2015 માં આરોપી સામે IPC ની કલમ 420, 419, 197 અને એડવોકેટ એક્ટની કલમ 45 અન્વયે ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં એવો પણ દાવો કરાયો હતો કે આરોપી મોરિસ ઘણા વર્ષોથી નકલી જજ બનીને કોર્ટ કાર્યવાહી ચલાવતો હતો અને અભણ એન અજ્ઞાન લોકોને નિશાન બનાવી ઠગાઈ આચરતો હતો. જણાવી દઈએ કે નકલી જજનાં કેસ મામલે આજે એટલે કે બુધવારે સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો - પત્રકાર મહેશ લાંગા કેસમાં તપાસનો ધમધમાટ! Gandhinagar પોલીસની 6 ટીમ ઓફિસમાં ત્રાટકી

Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...

featured-img
ગુજરાત

સાબરકાંઠામાં 99 લાખનો દારૂ જપ્ત, બુલડોઝરથી કરાયો નાશ

featured-img
ગુજરાત

Gujarat Budget 2025-26: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પ્રાવધાન

featured-img
સ્પોર્ટ્સ

ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા

featured-img
રાષ્ટ્રીય

જજના સરકારી બંગલામાં લાગી આગ, ઓલવ્યા બાદ મળ્યો ખજાનો.... ન્યાયતંત્રમાં ખળભળાટ

featured-img
રાષ્ટ્રીય

પાયજામાની દોરી તોડવી દુષ્કર્મ નથી.. : Allahabad High Court

×

Live Tv

Trending News

.

×