Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના નિવાસસ્થાને સ્નેહ મિલનનું આયોજન, નેતાઓ, કાર્યકરો, નાગરિકોને પાઠવી શુભેચ્છા
- Ahmedabad માં કેન્દ્રીય ગૃહમંત્રીના નિવાસસ્થાને સ્નેહ મિલનનું આયોજન
- અમિતભાઇ શાહે કાર્યકરો, નાગરિકોને પાઠવી નવા વર્ષની શુભેચ્છા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા વર્ષ નિમિત્તે લેશે શુભેચ્છા મુલાકાત
વિક્રમ સવંત 2081 નો આજથી પ્રારંભ થયો છે. લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના (Amit Shah) નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કાર્યકરો, ધારાસભ્યો અને મંત્રીઓ સહિત નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો -Shaktipeeth Ambaji : નવા વર્ષના પ્રારંભે ભક્તો માના દ્વારે પહોંચ્યા
Ahmedabad : Amit shahએ કાર્યકરોને પાઠવી નવા વર્ષની શુભેચ્છા | Gujarat First#ahmedabad #AmitShah #NewYearGreetings #AhmedabadEvent #KaryakartaMeet #UnityAndStrength #SnehMilan #Gujaratfirst@AmitShah pic.twitter.com/LtRFpO4JFg
— Gujarat First (@GujaratFirst) November 2, 2024
કેન્દ્રીય ગૃહમંત્રીનાં નિવાસસ્થાને સ્નેહ મિલનનું આયોજન
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતની મુલાકાતે છે. આજે નવા વર્ષની (Happy New Year 2024) શરૂઆત નિમિત્તે અમદાવાદમાં આવેલા તેમના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકરો અને નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આજે તેમના નિવાસ સ્થાને ભાજપનાં (BJP) દિગ્ગજ નેતાઓ પહોંચશે અને નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરશે.
Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના નિવાસસ્થાને સ્નેહ મિલનનું આયોજન | Gujarat First@AmitShah @HMOIndia @Bhupendrapbjp @CMOGuj #SnehaMilan2024 #AmitShahEvent #AhmedabadGathering #UnityInAhmedabad #GujaratFirstLive #AmitShahInGujarat #CommunityEvent #AhmedabadEvents… pic.twitter.com/CXYs7mORTL
— Gujarat First (@GujaratFirst) November 2, 2024
આ પણ વાંચો -CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી
CM ભૂપેન્દ્ર પટેલની નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત
માહિતી મુજબ, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), સાંસદ દિનેશ મકવાણા, સાંસદ એચ.એસ. પટેલ, રાજ્યસભાનાં સાંસદ મયંક નાયક, ભાજપ અમદાવાદ શહેર પ્રમુખ અમિત પી. શાહ સહિત પૂર્વ ધારાસભ્યો અને અમદાવાદનાં ધારાસભ્યો હાજર રહેશે. ઉપરાંત, કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને સંગઠનનાં હોદ્દેદારો પણ હાજર રહેશે. જણાવી દઈએ કે, આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમદાવાદમાં (Ahmedabad) મનપાનાં એક કાર્યક્રમમાં હાજરી આપશે અને PPP મોડલ પર તૈયાર કરેલા 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનો (Waste to Energy Plant) શુભારંભ પણ કરશે.