Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: હવે ગાર્ડનમાં જવા માટે ચૂકવવો પડશે આટલા રૂપિયા

AMCપોતાના ગાર્ડનમાં એન્ટ્રી ફી લેશે ચાર્જ મોન્ટેકાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ માટે લેવાશે ચાર્જ સિંધુભવન રોડ પર આવેલ બંને ગાર્ડનમાં ચાર્જ લેવામાં આવશે ગાર્ડનમાં મુલાકાતીઓ માટે 10 રૂપિયા ચાર્જ નક્કી કરાયો     Ahmedabad AMC: અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશ(Ahmedabad...
07:39 PM Sep 23, 2024 IST | Hiren Dave

 

 

Ahmedabad AMC: અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશ(Ahmedabad AMC)ને કમાણી માટે વધુ એક નવો રસ્તો શોધી લીધો છે. હવેથી શહેરીજનોને શહેરના સિંધુભવન રોડ પર આવેલા ગાર્ડન(gardens)માં એન્ટ્રી (entry)માટે લોકોને ફીની (pay)ચૂકવણી કરવી પડશે. નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં જવું હશે તો પૈસા ચૂકવવા પડશે.

 

10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.

શહેરના આ બંને ગાર્ડનમાં મુલાકાતીઓએ એન્ટ્રી લેવા માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જો કે તમને જણાવી દઈએ કે આ ગાર્ડનમાં સવારે 6થી 10 સુધી એન્ટ્રી લેવામાં આવશે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો નહીં પડે પણ સવારે 10 વાગ્યા બાદથી રાત સુધી ગાર્ડનમાં કોઈ એન્ટ્રી લેશે તો વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. ત્યારે જો કોઈ ગાર્ડનમાં એન્ટ્રી માટે વાર્ષિક પાસ લેશે તો AMC તે લોકો 1 માસનું કન્સેશન પણ આપશે.

આ પણ  વાંચો -VADODARA : સામાજિક ઉત્કર્ષની યોજનાની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે

ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે શહેરીજનોને ચાર્જ ચૂકવવો પડશે

ઉલ્લેખનીય છે કે પહેલા આ બંને ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ તંત્ર દ્વારા વસૂલવામાં આવતો નહતો પણ હવેથી આ ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે શહેરીજનોને ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે આસપાસના વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન મોટા પ્રમાણમાં વહેલી સવારે અને સાંજે ગાર્ડનમાં યોગ કરવા, કસરત કરવા અને તેમના ગ્રુપ સાથે બેસવા માટે આવતા હોય છે. લોકો ઓનલાઈન માધ્યમથી પણ ફી ચૂકવીને હવેથી ગાર્ડનમાં એન્ટ્રી લઈ શકશે.

આ પણ  વાંચો -Surat: Navratri માં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે Police Alert

કરોડો રૂપિયાના ખર્ચે આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યા છે

તમને જણાવી દઈએ કે હજુ સુધી ગોટીલા ગાર્ડનમાં તો કોઈ પણ પ્રકારની સુવિધાઓ પણ નથી અને તંત્ર દ્વારા ચાર્જ વસૂલવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે પણ કોઈ મોટી સુવિધાઓ હજુ સુધી નાગરિકોને આપવામાં આપી નથી.

Tags :
AhmedabadAhmedabad NewsAMCentrygardensGujarat firestGujarat Newsmuchpaytwo gardens
Next Article
Home Shorts Stories Videos