Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: પ્રેમ, ધમકી અને દુષ્કર્મ; 27 વર્ષીય યુવતીએ નોંધાવી ફરિયાદ

Ahmedabad: અમદાવાદ શહેરમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી તેની પર દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીએ મિત્ર વર્તુળ થકી અમદાવાદની યુવતીને ફસાવી તેને મહેસાણા પાસે બળજબરી પૂર્વક લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું...
07:00 PM Jun 11, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad News

Ahmedabad: અમદાવાદ શહેરમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ધમકીઓ આપી તેની પર દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીએ મિત્ર વર્તુળ થકી અમદાવાદની યુવતીને ફસાવી તેને મહેસાણા પાસે બળજબરી પૂર્વક લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ બાદ યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.કોણ છે આરોપી અને શું હતી સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં...

યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કરતો હતો અલ્તાફ કાજી

અમદાવાદમાં રહેતી એક 27 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બની છે. દોઢેક વર્ષ પહેલા યુવતીને તેની મિત્ર મારફતે અલ્તાફ કાઝી નામના મહેસાણાના યુવક સાથે પરિચય થયો હતો. જે બાદ તેઓ અવારનવાર મળતા હતા. થોડાક મહિનાઓ પહેલાં યુવતી અલ્તાફ કાજી સાથે મહેસાણા બાજુ જતી હતી ત્યારે તેણે યુવતીને જણાવ્યું હતું કે, તેની દારૂની ગાડી પકડાઈ છે. તે સમયે યુવતીને જાણ થઈ હતી કે આરોપી દારૂનો ધંધો કરે છે. જેના કારણે યુવતીએ તેની સાથે મિત્રતા ઓછી કરી નાખી હતી. જે બાદ પણ અવારનવાર આરોપીએ યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કર્યું હતું અને ધમકીઓ આપી હતી.

યુવતીને ધાકધમકી આપી તેની સાથે લઈ ગયો હતો આરોપી

જાણકારી પ્રમાણે 17 મે 2024 ના રોજ યુવતી ઘરે હાજર હતી, તે વખતે અલ્તાફ કાજી બપોરના 2:00 વાગ્યા આસપાસ તેના ઘરે આવ્યો હતો અને તેને પોતાની સાથે લઈ જવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતા આરોપીએ તેને સોસાયટીમાં બદનામી કરી નાખશે અને તેવી ધમકીઓ આપી હતી. જેના કારણે યુવતી તેની સાથે ગઈ હતી. આરોપીએ તેને અલગ અલગ જગ્યાએ ફેરવી રાત્રે 11 વાગ્યા આસપાસ મહેસાણા ખાતે ગંગોત્રી ગેસ્ટ હાઉસ નામની જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક તેની પર દુષ્કર્મ ગુજારી હતું.

દુષ્કર્મ અને ધમકી આપવા બાબતની પોલીસ ફરિયાદ

આ ઘટનાનાં થોડાક દિવસો બાદ ફરિવાર અલતાફ કાજીએ યુવતીને ફોન કરી મળવા બોલાવતા યુવતીએ ના પાડતા આરોપીએ તેના ઘરની નીચે આવ્યો હતો. આરોપીએ યુવતતીને વીડિયો કોલ કરી મળવા નહીં આવે તો તેને અને તેની અલ્તાફ સાથેના ફોટા વાયરલ કરવાની અને તેને અને પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે બાબતે કંટાળી અંતે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં અલ્તાફ કાઝી સામે દુષ્કર્મ અને ધમકી આપવા બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આરોપીને પકડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી

આ ઘટનાને લઈને સોલા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ગુનામાં સામે આરોપી અલ્તાફ કાજી અગાઉ હત્યા, રાયોટિંગ, ચોરી અને દારૂ જેવા છ જેટલા ગુનાઓ આચરી ચૂક્યો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. જોકે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હોય તેને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

અહેવાલ: પ્રદીપ કાછીયા, અમદાવાદ

આ પણ વાંચો:  Tejas: એરફોર્સના વિમાન તેજસનું સુરત એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો:  Gadhada ટેમ્પલ બૉર્ડના ચેરમેન હરિજીવન સ્વામીની દાદાગીરી, સ્વામી પર તકાઇ રહી છે શંકાની સોય

આ પણ વાંચો:  Dahod: ચોમાસાના આગમન પહેલા જળસંકટ, રહીશો વેચાતું પાણી લાવવા માટે મજબૂર

Tags :
Ahmedabad CityAhmedabad Latest NewsAhmedabad Local NewsAhmedabad NewsGUJARATIGujarati Samacharlocal newsmisdemeanor CaseSOLA POLICEVimal Prajapati
Next Article