PMJAY હેઠળની બધી હોસ્પિટલો BJP ના આગેવાનો અને મંત્રીઓની છે : Geniben Thakor
- હેલ્થ કાર્ડનો ઉપયોગ કરીને ડૉક્ટરો માલામાલ થઈ રહ્યા
- હેલ્થ કાર્ડના ઉપયોગ થકી રૂપિયા ચવાઈ જાય છે
- દરેક મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે
Ahmedabad Khyati Hospital : ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ તો સારવારનાં નામે જાણે લૂંટ મચાવી હોય તેમ લાગે છે. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ હોસ્પિટલની બેદરકારીનાં લીધે દર્દી મૃત્યુ પામે છે. ત્યારે વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. જ્યારે 5 લોકો હાલ પણ icu માં છે
હેલ્થ કાર્ડનો ઉપયોગ કરીને ડૉક્ટરો માલામાલ થઈ રહ્યા
તો ખ્યાતિ હોસ્પિટલના કાંડ વિરુદ્ધ એક પછી એક વિપક્ષ પક્ષના રાજકીય આગેવાનો પોતાના અવાજ બુલંદ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં બનાસકાંઠાના સાંસદ ગેની બેને પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કડક શબ્દોમાં આ ખ્યાતિ હોસ્પિટલની નિંદા કરી હતી. તે ઉપરાંત તેમણે હોસ્પિટલ સાથે રાજ્ય આરોગ્ય વિભાગ ઉપર પણ સવાલો ઉભા કર્યા છે. સાંસદ ગેનીબેને જણાવ્યું છે કે, ભાજપ અને ગુજરાત સરકારના આગોગ્ય વિભાગમાંથી મળતા હેલ્થ કાર્ડનો ઉપયોગ કરીને ડૉક્ટરો માલામાલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Khyati Hospital વિવાદ મામલે મહેસાણા આરોગ્ય અધિકારીનો મોટો ઘટસ્ફોટ!
View this post on Instagram
હેલ્થ કાર્ડના ઉપયોગ થકી રૂપિયા ચવાઈ જાય છે
તેમણે વધુમાં જણાવ્યું કે, ડોક્ટરોના ત્રણ કે ચાર લાખ રૂપિયા નક્કી થયેલા છે. તે સીધા તેમના ખાતામાં આવે તેની એક મોટી ફોજ તૈયાર કરવામાં આવી છે. આવા આરોગ્ય કેમ્પ કરીને લોકોના ખોટા ઓપરેશન થાય છે અને હેલ્થ કાર્ડના ઉપયોગ થકી રૂપિયા ચવાઈ જાય છે. સરકારમાં બેઠેલા લોકોને બધી ખબર છે. પરંતુ જેને હેલ્થ કાર્ડની માન્યતા આપી છે, તે તમામ હોસ્પિટલો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મંત્રીઓની છે.
દરેક મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે
ત્યારે આ ઘટનાની કડક તપાસ થાય તેવી સાંસદ ગેનીબેન દ્વારા માગ કરવામાં આવી છે. ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હાલ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જ્યારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે નફ્ફટાઇથી જણાવ્યું કે, તપાસનાં આદેશ આપી દેવાયા છે. દરેક મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. દોષી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે હાલ તો ગુજરાતી કીડા-મકોડા મરી જાય તો તેમને ફર્ક નથી પડતો. કારણ કે તેમને બાજુના રાજ્યમાં પ્રચાર કરવાનો છે.
આ પણ વાંચો: Gujarat-ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોથી શહેરમાં અકસ્માતો ઘટયા