Ahmedabad : ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું, અબુધાબીથી આવેલ બે મુસાફરોની અટકાયત
- અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનો પર્દાફાશ
- પોલીસે અબુધાબીથી આવેલ બે મુસાફરોને ઝડપ્યા
- મુસાફરો પાસેથી 3 હજાર 50 ગ્રામ સોનું ઝડપાયું
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનો પર્દાફાશ થયો છે. એર ઈન્ટેલિજન્સ યુનિટે રૂ 2 કરોડ 77 લાખનું સોનું ઝડપ્યું છે. અબુધાબીથી આવેલ બે મુસાફરો જીન્સમાં સોનું છુપાવી લાવ્યા હતા. બંને મુસાફરો પાસેથી આશરે 3 હજાર 50 ગ્રામ જેટલું સોનું ઝડપાયું છે. તેમજ સોનામાં સેમી લિક્વિટ ફોર્મમાં કેમિકલ પણ મિક્સ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્રણ કિલો ગોલ્ડ ઝડપાયું
અબુધાબીથી અમદાવાદ આવતા પ્રવાસીઓ પાસેથી અવાર નવાર દાણચોરી કરીને લાવતા સોના સહિતની અનેક ચીજ વસ્તુઓ ચેકીંગમાં ઝડપાતી હોય છે. આજે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અબુધાબીથી આપેલ બે પ્રવાસીઓ શંકાસ્પદ લાગતા એર ઈન્ટેલિજન્સ દ્વારા તેઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ તેઓની તપાસ હાથ ધરતા ત્રણ કિલો ગોલ્ડ, બે સોનાની ચેન સહિત કુલ 3050 ગ્રામ સોનું બંને મુસાફરો દ્વારા જીન્સનાં પેન્ટમાં સંતાડ્યું હતું.
બંને મુસાફરોની અટકાયત કરવામાં આવી
એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા બંને મુસાફરોની તપાસ દરમ્યાન બે સોનાની ચેન તેમજ સિક્કો પણ મળી આવ્યો હતો. એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા હાલ તો બંને મુસાફરોની અટકાયત કરી તેઓની સામે દાણચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ આ સોનું ક્યાં પહોંચાડવાનું હતું. તેમજ કોણે મંગાવ્યું છે તે બાબતે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ VADODARA : જિલ્લાના 44 ગામો સંપૂર્ણ રીતે ટીબી મુક્ત બન્યા