Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : BJP MLA ની હાજરીમાં કથિત કાર્યકર્તાનાં બેફામ વાણીવિલાસથી રોષ ભભૂક્યો! Video બનાવી માગી માફી

સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા ભાષણથી ચકચાર ભાજપનાં ધારાસભ્યની હાજરીમાં કથિત કાર્યકર્તાનું ઉશ્કેરણીજનક ભાષણ વિરોધ થતાં વીડિયો બનાવી હવે માગી સમાજની માફી અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોલેરા તાલુકાનાં સોઢી ગામે યોજાયેલ સમાજની બેઠકમાં ધંધુકાનાં MLA કાળુ ડાભીની (MLA Kalu Dabhi)...
ahmedabad   bjp mla ની હાજરીમાં કથિત કાર્યકર્તાનાં બેફામ વાણીવિલાસથી રોષ ભભૂક્યો  video બનાવી માગી માફી
  1. સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા ભાષણથી ચકચાર
  2. ભાજપનાં ધારાસભ્યની હાજરીમાં કથિત કાર્યકર્તાનું ઉશ્કેરણીજનક ભાષણ
  3. વિરોધ થતાં વીડિયો બનાવી હવે માગી સમાજની માફી

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોલેરા તાલુકાનાં સોઢી ગામે યોજાયેલ સમાજની બેઠકમાં ધંધુકાનાં MLA કાળુ ડાભીની (MLA Kalu Dabhi) હાજરીમાં નિરૂભાઇ ખસિયા નામનાં કથિત કાર્યકર્તાએ બેફામ વાણીવિલાસ કરી સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. BJP ધારાસભ્યની હાજરીમાં જાહેરમાં કોઈ આવું નિવેદન કેવી રીતે આપી શકે ? તેવા સવાલ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, વિરોધ થતાં હવે કથિત કાર્યકર્તા નિરૂભાઇ ખસિયાએ માફી માગી છે. વાઇરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી.

Advertisement

આ પણ વાંચો - Surat : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં સ્વ. પિતાની પ્રાર્થના સભા યોજાઈ, CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલે પાઠવી શ્રદ્ધાંજલિ

'ગાડીમાં ધોકા રાખો સામે આવે એને પાડી દો...' : નીરુભાઈ

માહિતી મુજબ, ધંધુકાનાં (Dhanduka) ધારાસભ્ય કાળુ ડાભી તાજેતરમાં અમદાવાદ જિલ્લાનાં (Ahmedabad) ધોલેરા તાલુકાનાં સોઢી ગામે યોજાયેલ સમાજની બેઠકમાં પહોંચ્યા હતા. બેઠકમાં પાર્ટીનાં કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન નિરૂભાઇ ખસિયા (Nirubhai Khasia) નામનાં એક કથિત કાર્યકર્તાએ ધારાસભ્યની હાજરીમાં જાહેરમાં બેફામ વાણીવિલાસ કર્યો હતો. કથિત કાર્યકર્તાની વિવાદિત ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં તે ઉશ્કેરીજનક ભાષણ કરતા કહે છે કે, 'ગાડીમાં ધોકા રાખો સામે આવે એને પાડી દો...' દરમિયાન, ત્યાં હાજર BJP ધારાસભ્ય કાળુ ડાભી મુકપ્રેક્ષક હોય કાર્યકર્તાને રોકવાનો પણ પ્રયાસ કર્યો નહોતો. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Advertisement

આ પણ વાંચો - AHMEDABAD : કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH એ શહેરના વિકાસને આપ્યો વેગ, આપી રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ

વિરોધ થતાં વીડિયો બનાવીને માફી માગી

જો કે, પાર્ટીનાં કથિત કાર્યકર્તાનાં ઉશ્કેરીજનક ભાષણનો વીડિયો (Viral Video) સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ધારાસભ્યની હાજરીમાં કોઈ સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા નિવેદન કેવી રીતે આપી શકે ? તેવા સવાલ સાથે લોકો દ્વારા ઉગ્ર વિરોધ થતા હવે કથિત કાર્યકર્તા નીરૂભાઇ ખસિયાએ માફી માગી છે. જાહેરમાં ભાષણ આપતી વેળાએ પોતાની ભૂલ અંગે માફી માગી હતી. કાર્યકર્તાએ વીડિયો બનાવીને સમાજની માફી માગી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : તળાવમાં ખાબકેલી કારનું હાઇડ્રાની મદદથી રેસ્ક્યૂ, શખ્સ લાપતા

Tags :
Advertisement

.