Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : સંકલન સમિતિની બેઠકમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉઠતા વિવાદ!

અમદાવાદની સંકલન સમિતિની બેઠક યોજાઈ હિંદુ વિસ્તારમાં મુસ્લિમોને ફ્લેટ વેચાઈ રહ્યા છે : MLA અમિત ઠાકરે કેટલાક બિલ્ડર લાભ માટે અઘોષિત રેખા બહાર સ્કીમ મુકતા હોવાનો પણ આક્ષેપ શાંતિ બની રહે તે માટે આવી સ્કીમોની રજા ચિઠ્ઠી રદ્દ કરવા...
04:07 PM Sep 21, 2024 IST | Vipul Sen
  1. અમદાવાદની સંકલન સમિતિની બેઠક યોજાઈ
  2. હિંદુ વિસ્તારમાં મુસ્લિમોને ફ્લેટ વેચાઈ રહ્યા છે : MLA અમિત ઠાકરે
  3. કેટલાક બિલ્ડર લાભ માટે અઘોષિત રેખા બહાર સ્કીમ મુકતા હોવાનો પણ આક્ષેપ
  4. શાંતિ બની રહે તે માટે આવી સ્કીમોની રજા ચિઠ્ઠી રદ્દ કરવા માગ કરાઈ
  5. હિંદુ-મુસ્લિમની રાજનીતિમાંથી ભાજપે બહાર આવવું જોઇએ: ખેડાવાલા

અમદાવાદમાં (Ahmedabad) આજે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિંદુ-મુસ્લિમનો મુદ્દો ઊઠતા ભાજપ (BJP) અને કોંગ્રેસનાં (Congress) નેતા સામ-સામે આવ્યા હતા. ભાજપનાં ધારાસભ્ય અમિત ઠાકરે હિંદુ વિસ્તારમાં મુસ્લિમોને ફ્લેટ વેચાતા હોવાનો દાવો કરી વિરોદ નોંધાવ્યો હતો. જ્યારે, બીજી તરફ કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપે હવે હિંદુ-મુસ્લિમની રાજનીતિમાંથી બહાર આવવું જોઇએ. સંકલન સમિતિની બેઠકમાં હાર્દિક પટેલે પણ ખાસ રજૂઆત કરી હતી.

હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વસ્તીનાં ફ્લેટ બની રહ્યા છે : અમિત ઠાકર

અમદાવાદમાં (Ahmedabad) આજે સંકલન સમિતિની (Sankalan Samiti) મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ ધારાસભ્યો વચ્ચે શાબ્દિક તડાફડી સર્જા‍ઇ હતી. બેઠકમાં ભાજપનાં ધારાસભ્ય અમિત ઠાકરે (Amit Thacker) રજૂઆત કરી કે, હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વસ્તીનાં ફ્લેટ બની રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, હિન્દુ બિલ્ડરો વધુ લાભની લાલચે હિન્દુ વિસ્તારમાં ફ્લેટ બનાવીને મુસ્લિમોને વેચી રહ્યા છે. અમિત ઠાકરે રજૂઆત કરી કે, કેટલાક બિલ્ડરો લાભ ખાટવા માટે અઘોષિત રેખા બહાર સ્કીમ મૂકી રહ્યા છે. શાંતિ બની રહે એ માટે આવી સ્કીમોની રજા ચિઠ્ઠી રદ્દ કરવા માંગ તેમણે કરી હતી.

આ પણ વાંચો - VADODARA : ખનીજ માફીયાઓ સામેની લડતમાં સાંસદ-ધારાસભ્યને મળી પહેલી જીત

હિન્દુ-મુસ્લિમની રાજનીતિ માથી ભાજપે હવે બહાર આવું જોઈએ : ઇમરાન ખેડાવાલા

બીજી તરફ કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ (Imran Khedawala) કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપનાં ધારાસભ્યો દરેક બેઠકમાં અશાંતધારાનો ઉલ્લેખ કરતા હોય છે. હિન્દુ બિલ્ડર મુસ્લિમોને ફ્લેટ વેચી રહ્યા છે. હિન્દુ-મુસ્લિમની રાજનીતિ માથી ભાજપે હવે બહાર આવું જોઈએ. તેમણે કહ્યું કે, સ્કીમ કાયદેસરની હોવા છતાં એને રદ્દ કરવા માગ થઈ રહી છે. ભાજપ ધારાસભ્યોની આવી રજૂઆતો મોદી સાહેબનાં 'સૌનો સાથ સૌનો વિકાસ' નાં નારાને ખોટા સાબિત કરી રહી છે.

આ પણ વાંચો - IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા પર એક મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ; PMO, CMO સુધી કરી બ્લેક મેઈલની અરજી

ભાજપનાં ધારાસભ્ય હાર્દિક પટેલે પણ ખાસ રજૂઆત કરી

અમદાવાદમાં (Ahmedabad) યોજાયેલા સંકલન સમિતિની બેઠકમાં વિરમગામનાં ભાજપનાં ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) પણ ખાસ રજૂઆત કરી હતી. હાર્દિક પટેલે રજૂઆત કરતા જણાવ્યું કે, સાણંદ-વિરમગામ પંથકમાં નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓનાં કારણે વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે હાર્દિક પટેલે મુખ્ય રસ્તાથી અંદરની તરફ આવેલી કંપનીઓએ પાણીનો રસ્તો રોક્યો હોવાનો દાવો પણ કર્યો હતો. મુખ્ય રસ્તાને જોડતા રસ્તા તોડીને પાણીનાં નિકાલની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. કડી-મહેસાણાનું પાણી વિરમગામ તરફ આવતું હોવાથી પાણી ભરાતું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

આ પણ વાંચો - બિલ્ડર કમ નેતાના પુત્રના Honey Trap કેસમાં મોબાઈલ ફોન ગાયબ થયો ?

Tags :
AhmedabadAmit ThackerBJPCongressGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHardik PatelHindu-Muslim PoliticsImran KhedawalaLatest Gujarati NewsSanand-ViramgamSankalan Samiti
Next Article