ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : વક્ફની જેમ હિન્દુ બોર્ડ પણ હોવું જોઈએ : મહંત પરમાત્માનંદજી સરસ્વતી

શિવાનંદ આશ્રમનાં (Ahmedabad) મહંત પરમાત્માનંદજીની માગ વક્ફની જેમ હિન્દુ બોર્ડ હોવું જોઈએ : પરમાત્માનંદજી સરકારનાx નિયંત્રણમાં મંદિરો ન હોવા જોઈએ : પરમાત્માનંદજી Ahmedabad : શિવાનંદ આશ્રમનાં મહંત પરમાત્માનંદ સરસ્વતીએ (Mahant Paramatmananda Saraswati,) વક્ફ બોર્ડ મુદ્દે ટિપ્પણી કરી ખાસ માગ...
05:25 PM Sep 25, 2024 IST | Vipul Sen
  1. શિવાનંદ આશ્રમનાં (Ahmedabad) મહંત પરમાત્માનંદજીની માગ
  2. વક્ફની જેમ હિન્દુ બોર્ડ હોવું જોઈએ : પરમાત્માનંદજી
  3. સરકારનાx નિયંત્રણમાં મંદિરો ન હોવા જોઈએ : પરમાત્માનંદજી

Ahmedabad : શિવાનંદ આશ્રમનાં મહંત પરમાત્માનંદ સરસ્વતીએ (Mahant Paramatmananda Saraswati,) વક્ફ બોર્ડ મુદ્દે ટિપ્પણી કરી ખાસ માગ કરી છે. તેમણે કહ્યું કે, વક્ફ બોર્ડની જેમ હિન્દુ બોર્ડ પણ હોવું જોઈએ. હિન્દુ મંદિરો સરકારનાં નિયંત્રણમાં ના હોવા જોઈએ. તેમણે કહ્યું કે, ધાર્મિક વિધિવિધાનમાં માત્ર ધર્માચાર્યનો અધિકાર હોવો જોઈએ. હિન્દુ બોર્ડ (Hindu Board) માટે હું સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહ્યો છું.

આ પણ વાંચો - Navsari: બોયફ્રેંડ સાથે હોટલમાં ગયેલી યુવતીનું શરીરસુખ માણતા થયું મોત...

વક્ફની જેમ હિન્દુ બોર્ડ હોવું જોઈએઃ પરમાત્માનંદજી

શિવાનંદ આશ્રમનાં (Sivananda Ashram, Ahmedabad) મહંત પરમાત્માનંદ સરસ્વતીએ ખાસ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વકફ બોર્ડની (Waqf Board) જેમ હિન્દુ બોર્ડ થાય તે સારી વાત છે. આ બોર્ડને જ્યુડિશિયલ પાવર કે સજા કરવાની શક્તિ તો સરકાર આપવાની નથી. પરંતુ વક્ફ બોર્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ માટે છે. તો આવું હિન્દુ બોર્ડ થાય તો ખૂબ જ સારું છે. મહંત પરમાત્માનંદ સરસ્વતીએ આગળ કહ્યું કે, આપણા હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી છોડાવવા માટે વર્ષ 2012 થી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) મારો કેસ ચાલી રહ્યો છે. હવે કેસ બોર્ડ પર આવ્યો છે. હું દૃઢપણે માનું છું કે સરકાર હિન્દુ ધાર્મિક સ્થાનોને પોતાનાં કબજામાં ન રાખી શકે. જો તેમને રાખવા હોય તો બધા રાખો અને ડિક્લેર કરો કે ભારત હિન્દુ દેશ છે.

આ પણ વાંચો - Operation Lake: અમદાવાદમાં 1057 ચો.કી.મી. તળાવોનો વિસ્તાર ગાયબ

હિન્દુ બોર્ડ માટે હું કોર્ટમાં કેસ લડી રહ્યો છુંઃ પરમાત્માનંદજી

મહંત પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું કે, કોર્ટની જે પ્રોસિજર છે તેના પરથી લાગે છે કે મંદિરો છૂટી જશે. વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવી તેની વિચારણા ચાલે છે. આચાર્ય સભાનો કેસ છે અને તેના માટે આચાર્ય સભાની લીગલ ટીમ બનાવી છે. આ લીગલ ટીમમાં 2 કે 3 સુપ્રીમ કોર્ટનાં જજ, હાઇકોર્ટનાં જજ, 1-2 રિટાયર ગવર્નર, હાઇકોર્ટનાં (Gujarat High Court) વકીલો સામેલ છે. અમે, આખા દિવસમાં તે અંગે 9 થી 10 જેટલી બેઠકો પણ કરીએ છીએ. અમે, સ્પષ્ટ માનીએ છીએ કે ધાર્મિક વિધિવિધાનમાં માત્રને માત્ર ધર્માચાર્યનો અધિકાર હોવો જોઈએ. સરકારી અધિકારી નક્કી ના કરી શકે કે અંબાજી મંદિરમાં (Ambaji Temple) કેટલા કિલોનાં ધીનાં દીવડાની આરતી થશે. સંપ્રદાયનાં સંતો-પૂજારીઓ નક્કી કરે સરકારની દખલ ન હોવી જોઈએ.

આ પણ વાંચો - Kshatriya Samaj માં વિવાદ વધુ વકર્યો..શું કહ્યું પદ્મિનીબાએ..?

Tags :
Acharya SabhaAhmedabadAmbaji TempleGovernment Control on Hindus TemplesGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High CourtGujarati NewsHindu BoardHindu Religious PlacesLatest Gujarati NewsMahant Paramatmananda SaraswatiSivananda AshramSupreme CourtWAQF BOARD
Next Article
Home Shorts Stories Videos