Ahmedabad : શિવાનંદ આશ્રમમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, Gujarat First નાં એડિટર ડૉ. વિવેકકુમાર ભટ્ટને જગતગુરુએ સન્માનિત કર્યાં
- અમદાવાદના શિવનંદ આશ્રમમાં જન્મોત્સવની ઉજવણી
- જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો 66 મો જન્મોત્સવ ઊજવાયો
- ગુજરાત ફર્સ્ટનાં એડિટર ડૉ. વિવેકકુમાર ભટ્ટને મોટી જવાબદારી સોંપાઈ
અમદાવાદમાં (Ahmedabad) મહાનગરના આંગણે ગઈકાલે અનેરો અવસર આવ્યો હતો. દ્વારકા શારદાપીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો 66 મો જન્મોત્સવ ઊજવાયો હતો. શહેરનાં શિવાનંદ આશ્રમમાં (Sivananda Ashram) આ જન્મોત્સવને લઈ ભવ્ય તૈયારી કરવામાં આવી હતી. દરમિયાન, સંનાતન ધર્મની રક્ષા માટે અને સનાતન સંસ્કૃતિનાં પ્રચાર-પ્રસાર અર્થે મહાનુભવોની નિમણૂક કરવામા આવી હતી, જેમાં ગુજરાત ફર્સ્ટનાં એડિટર ડૉ. વિવેકકુમાર ભટ્ટને (Dr. Vivekkumar Bhatt) રાજ્યનાં મીડિયા સલાહકાર તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જગતગુરુ શંકરાચાર્યે ડૉ. વિવેકકુમાર ભટ્ટનું સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું હતું.
Ahmedabad : સનાતન સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં અગ્રેસર રહેતા સન્માન | Gujarat First
જગદગુરુ શંકરાચાર્ય સ્વામીની ચાતુર્માસ સાધના અમદાવાદમાં
શિવાનંદ આશ્રમમાં શંકરાચાર્ય સ્વામીના જન્મોત્સવનો ભવ્ય ધર્મ અવસર
સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ
ગુજરાત ફર્સ્ટના એડિટર… pic.twitter.com/Z2NT54mK70— Gujarat First (@GujaratFirst) August 22, 2024
આ પણ વાંચો - Ahmedabad : સંતો-મહંતો, સેવકોની હાજરીમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શક્તિસિંહ ગોહિલે કહ્યું- ધર્મસત્તાને દબાવી..!
જગતગુરુ શંકરાચાર્યે Gujarat First નાં એડિટર ડૉ. વિવેકકુમાર ભટ્ટને સન્માનિત કર્યાં
દ્વારકા શારદાપીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના 66 મા જન્મોત્સવ નિમિત્તે શિવાનંદ આશ્રમમાં ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું. આ જન્મોત્સવ અંતર્ગત સનાતન સંસ્કૃતિનાં પ્રચાર-પ્રસાર અર્થે મહાનુભાવોનું સન્માન કરાયું,જેમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં (Gujarat First News Channel) એડિટર ડૉ.વિવેકકુમાર ભટ્ટનું (Dr. Vivekkumar Bhatt) પણ વિશેષ સન્માન કરાયું હતું. સનાતન સંસ્કૃતિનાં પ્રચાર-પ્રસારમાં હંમેશા અગ્રેસર રહેવા બદલ એકમાત્ર પત્રકાર તરીકે ડો.વિવેકકુમારને આ બહુમાન મળ્યું છે. આ સાથે જ તેમને મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે. વૈશ્વિક સ્તરે સનાતન ધર્મનું સંવર્ધન થાય તે હેતુંથી ડૉ.વિવેકકુમાર ભટ્ટની મીડિયા સલાહકાર તરીકે નિયુક્તિ પણ કરવામાં આવી છે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના વરદહસ્તે ડૉ.વિવેકકુમારને નિયુક્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. જગદગુરુ શંકરાચાર્ય અમદાવાદમાં હાલમાં ચાતુર્માસ સાધના અંતર્ગત ઉપસ્થિત છે. ત્યારે શિવાનંદ આશ્રમમાં આ ભવ્ય ધર્મ અવસર યોજાયો હતો, જેમાં સંતો-મહંતો અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો - Vadodara: આજે રાત્રે 9 વાગે ન્યાય મૌન રેલી, મહારાણી રાધિકારાજે ગાયકવાડે કરી જાહેરાત
શિવાનંદ આશ્રમમાં જન્મોત્સવનો ભવ્ય ધર્મ અવસર
અમદાવાદની (Ahmedabad) ધરતી પર ગઈકાલે અનેરો મહોત્સવ ઊજવાયો હતો. શહેરનાં શિવાનંદ આશ્રમમાં દ્વારકા શારદાપીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો (Dwarka Shardapithaghishwar Jagatguru Shankaracharya Swami Sadanand Saraswatiji Maharaj) 66 મો જન્મોત્સવ ખૂબ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઊજવાયો હતો. આ કાર્યક્રમમાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, ભૂદેવો, સેવક અને મોટી સંખ્યામાં ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, ગુરુજી પાદુકાપૂજન સહિત કાર્યક્રમો યોજાયા હતા. જણાવી દઈએ કે, જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રી ચાતુર્માસ સાધના માટે અમદાવાદ આવ્યા છે.
આ પણ વાંચો - PM Modi in Poland : PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત