Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : સંતો-મહંતો, સેવકોની હાજરીમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શક્તિસિંહ ગોહિલે કહ્યું- ધર્મસત્તાને દબાવી..!

અમદાવાદનાં શિવનંદ આશ્રમમાં જન્મોત્સવની ઉજવણી જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો 66 મો જન્મોત્સવ ઊજવાયો ધર્મસત્તાને દબાવી રાજસત્તા ક્યારેય આગળ આવી શકી નથી : શક્તિસિંહ ગોહિલ અમદાવાદમાં (Ahmedabad) મહાનગરના આંગણે અનેરો અવસર આવ્યો હતો. દ્વારકા શારદાપીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી...
ahmedabad   સંતો મહંતો  સેવકોની હાજરીમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી  શક્તિસિંહ ગોહિલે કહ્યું  ધર્મસત્તાને દબાવી
  1. અમદાવાદનાં શિવનંદ આશ્રમમાં જન્મોત્સવની ઉજવણી
  2. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો 66 મો જન્મોત્સવ ઊજવાયો
  3. ધર્મસત્તાને દબાવી રાજસત્તા ક્યારેય આગળ આવી શકી નથી : શક્તિસિંહ ગોહિલ

અમદાવાદમાં (Ahmedabad) મહાનગરના આંગણે અનેરો અવસર આવ્યો હતો. દ્વારકા શારદાપીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો 66 મો જન્મોત્સવ ઊજવાયો હતો. શહેરનાં શિવાનંદ આશ્રમમાં (Sivananda Ashram) આ જન્મોત્સવને લઈ ભવ્ય તૈયારી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, ભૂદેવો, સેવક અને મોટી સંખ્યામાં ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) પણ હાજર રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Y20 Summit : ભારતના ડેલિગેશનનાં પ્રમુખ તરીકે આ અમદાવાદીએ વધાર્યું બહુમાન

શિવાનંદ આશ્રમમાં જન્મોત્સવનો ભવ્ય ધર્મ અવસર

અમદાવાદની (Ahmedabad) ધરતી પર આજે અનેરો મહોત્સવ ઊજવાયો હતો. શહેરનાં શિવાનંદ આશ્રમમાં દ્વારકા શારદાપીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો (Dwarka Shardapithaghishwar Jagatguru Shankaracharya Swami Sadanand Saraswatiji Maharaj) 66 મો જન્મોત્સવ ખૂબ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઊજવાયો હતો. આ કાર્યક્રમમાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, ભૂદેવો, સેવક અને મોટી સંખ્યામાં ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, ગુરુજી પાદુકાપૂજન સહિત કાર્યક્રમો યોજાયા હતા. જણાવી દઈએ કે, જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રી ચાતુર્માસ સાધના માટે અમદાવાદ આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - PM Modi in Poland : PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

Advertisement

ધર્મસત્તાને દબાવી રાજસત્તા ક્યારેય આગળ આવી શકી નથી : શક્તિસિંહ ગોહિલ

દ્વારકા શારદાપીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના 66 મા જન્મોત્સવ નિમિત્તે શિવાનંદ આશ્રમમાં ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું. દરમિયાન, સનાતન ધર્મની (Sanatan Dharma) રક્ષા માટે મહાનુભવોની નિમણૂક પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ (Gujarat Congress) અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, ધર્મસત્તાને દબાવી રાજસત્તા ક્યારેય આગળ આવી શકી નથી. એ રાવણ હોય કે હિરણ્યકશ્યપ હોય કે ગમે તે હોય. તમામને ધર્મસત્તા આગળ ઝૂંક્વું પડ્યું હતું. પછી તે કોઈ પણ હોય. આ સાથે શક્તિસિંહ ગોહિલે જગતગુરુ શંકરાચાર્યને પ્રાર્થના કરી કે, અમને આશીર્વાદ આપો, અમે તમારા આશીર્વાદથી ધર્મનાં માર્ગ પર ચાલી શકીએ.

આ પણ વાંચો - Gujarat Assembly : ગૃહમાં ઉઠ્યો પાક વળતરનો મુદ્દો, સરકારને ઘેરવાનો વિપક્ષનો પ્રયાસ, અર્જુન મોઢવાડિયાનું નિવેદન

Tags :
Advertisement

.