Ahmedabad: સિંધુ ભવન રોડ પર આવેલા બિઝનેસ સેન્ટરમાં લાગી આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે
- અમદાવાદમાં ફરી એકવાર આગનો બનાવ
- સિંધુ ભવન રોડ પર આવેલા બિઝનેસ સેન્ટરમાં આગ
- શિવાલિક બિઝનેસ સેન્ટરમાં ભીષણ આગ
અમદાવાદમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે. સિંધુ ભવન રોડ પર આવેલા બિઝનેસ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. શિવાલિક બિઝનેસ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બિઝનેસ સેન્ટરમાં આવેલ ઓફીસમાં લાગ્યાનો પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.
ઓફીસમાં આગ લાગી
સિંધુ ભવન રોડ પર આવેલ શિવાલિકા બિઝનેસ સેન્ટરમાં આવેલ ઓફીસમાં અચાનક આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. ત્યારે ઓફીસ બંધ હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે.
પોલીસે ટ્રાફિક ક્લીયર કર્યો
આગ લાગ્યાનો બનાવ બનતા થોડા સમય માટે વાહનોની અવરથી ધમધમતા સિંધુ ભવન રોડ પર ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો. આગ લાગ્યાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો.
કોઈ જાનહાનિ થવા પામી નથીઃ ડિવિઝનલ ફાયર ઓફિસર
ડિવિઝનલ ફાયર ઓફિસર એ.જી.બારીયાએ જણાવ્યું હતું કે, ફાયર કંટ્રોલમાં 20.46 નો કોલ મળ્યો હતો. જેમાં એપીક હોસ્પિટલની સામે શિવાલિક બિઝનેસ સેન્ટરમાં આગ લાગી હોવાની તપાસ કરતા ઓફીસનાં ભાગમાં આગ લાગી હતી. જેમાં નીચે રેસ્ટોરન્ટ છે. ઉપર ઓફીસો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. આગ કેવી રીતે લાગે તે બાબતે હવે તપાસ કરીશું.
આ પણ વાંચોઃ Surat: કથાકાર ચંદ્રગોવિંદ દાસે માગી માફી, બફાટ બાદ દલિત સમાજે ઉચ્ચારી હતી ચીમકી