Ahmedabad: ખોખરામાં શરણમ સ્માર્ટ સ્પેસમાં લાગી આગ, ફાયરની ગાડીઓ ઘટના સ્થળે
- અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આગની ઘટના
- શરણમ સ્માર્ટ સ્પેસના ચોથામાં માળે લાગી આગ
- ફાયરની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે
- આગ પર કાબુ મેળવવાની કામગીરી યથાવત
અમદાવાદના ખોખરા (Ahmedabad Khokhra Fire) માં અનુપમ સિનેમા પાસે આવેલા કલોથ માર્કેટ (Cloth Market)માં આગની ઘટના બની. શરણમ સ્માર્ટ સ્પેસ (Sharanam Smart Space) 5 ના ચોથા માળે ક્લોથ માર્કેટ (Cloth Market) માં સ્થિત C બ્લોકના ચોથા માળે આગ લાગી હતી જે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. 12:00 વાગે લાગેલી આંખ પર સાડા ત્રણ કલાક વાગ્યા સુધી કાબુ મેળવી શકાયો. ખોખરા વિસ્તાર (Khokhra Fire)માં અનુપમ સિનેમા (Anupam cinema fire) નજીક શરણમ-5માં જીન્સ બનાવવાના શેડમાં આગ (Fire Incident) ની ઘટના સામે આવી છે.
જીન્સ બનાવવાનાં કારખાનામાં આગ લાગી
શરણ-5માં (Sharanam Smart Space) ચોથા માળે સી-401 નંબરમાં જીન્સ બનાવવાનાં કારખાનામાં આગ લાગી હતી. આગનું કારણ હજુ સ્પષ્ટ જાણી નથી શકાયુ.ફાયરની 15 થી વધારે જેટલી ગાડીઓ દ્વારા અઢી લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો. ચોથા માળની ઉપર ખેડૂતો કરવામાં આવ્યો હતો આગ લાગ્યા બાદ ધુમાડા ને નીકળવાની પૂરતી જગ્યા ન મળવાના કારણે વધુ પ્રસરતી ગઈ. સી બ્લોક ના ઉપર ના માળે શેડનું બાંધકામ કાયદેસર હતું કે ગેરકાયદેસર તે અંગે તપાસ કરવામાં આવશે. ઉનાળાની ઋતુમાં દિવસને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ઘટના બની છે.
ફાયર વિભાગ, પોલીસ તેમજ એમ્બ્યુલન્સ તમામ સ્થળ પર હાજર
અમદાવાદનાં ખોખરા (Ahmedabad Khokhra Fire) વિસ્તારમાં આવેલ શરણમ સ્માર્ટ સ્પેસમાં 5 (Sharanam Smart Space) મા માળે લાગેલ આગ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી છે. આગ લાગતા ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે આગ લાગતાની સાથે જ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હોવાની માહિતી મળી હતી છે.
સાત દિવસમાં બીજો આગનો બનાવ
ખોખરા વિસ્તારમાં સાત દિવસમાં બીજો આગના બનાવ બન્યો છે. જેમાં તા. 11 એપ્રિલનાં રોજ ખોખરા વિસ્તારમાં આવેલ પરિષ્કાર-1 માં રહેણાંક વિસ્તારમાં ઈલેક્ટ્રીક શોર્ટ શર્કીટનાં કારણે આગ લાગી હતી. જેમાં ફ્લેટનાં રહીશો દ્વારા જીવનાં જોખમે બે બાળકીઓ તેમજ એક મહિલાને બચાવી હતી. તેમજ ફાયર વિભાગ દ્વારા 18 લોકોનાં રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. તેમજ પરિષ્કાર-1 માં આગના બનાવમાં કોઈ જાનહાનિ સર્જાવા પામી ન હતી.
પોલીસે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા
ખોખરા વિસ્તારમાં સ્મરણમ સ્માર્ટ સ્પેસમાં 5 માં માળે આગ લાગતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર ખસેડ્યા હતા. તેમજ ટ્રાફિક ક્લીયર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.
આ પણ વાંચોઃ VADODARA : બે બ્લેક સ્પોટ ઘટ્યા, બાકીના 11 માટે રોડમેપ તૈયાર