Ahmedabad: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો
- ૧૦મો દીક્ષાન્ત સમારોહ મા ૧૮૧૦૮ વિધાર્થીઓ ને પદવી એનાયત કરવામાં આવી
- પાટણને શ્રેષ્ઠ રીજનલ સેન્ટરને પ્રતિ વર્ષ સમરસતા એવોર્ડ આપવાની જાહેરાત
- 'સા વિદ્યા યા વિમુક્તયે' એ ભારતીય વિદ્યા પરંપરાનું પરમ ધ્યેય છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહનું ભવ્ય અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ મા ડૉ. બાબાસાહેબ આંબેડકર ના જન્મદિને માનનીય રાજયપાલ અને યુનિવર્સિટી ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતામાં ૧૦મો દીક્ષાન્ત સમારોહ યુનિવર્સિટી કેમ્પસ પર ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦મો દીક્ષાન્ત સમારોહ મા ૧૮૧૦૮ વિધાર્થીઓ ને પદવી એનાયત કરવામાં આવેલ જેમાં પીએચડી ની ૧૬, એમ.ફીલ ૧,સ્નાતક ૯૦૦૩,અનુ સ્નાતક ૪૦૭૫, અનુ સ્નાતક ડીપ્લોમ, ૮૪,ડીપ્લોમ ૫૪૫,સર્ટીફિકેટ ૪૩૮૪ પદવી એનાયત કરવામાં આવી હતી.
આ દીક્ષાન્ત સમારોહમાં કુલ ૩૯ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૪૦ સિલ્વરમેડલ (રજત પદક) સર્ટિફિકેટ ૪૨ એમ કુલ મળીને ૧૨૧જેટલા પદકો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ . તેમજ શ્રીમતી. પલ્લવી ગિરીશ ગુપ્તેને "ડો. બાબાસાહેબ આંબેડકર સમરસતા પુરસ્કાર"તેમજ યુનિવર્સિટી નુ શ્રેષ્ઠ પ્રાદેશિક કેન્દ્ર નો પુરસ્કાર પાલનપુર પાટણ કેન્દ્ર ને અપર્ણ કરવામાં આવેલ હતો તેમજ ત્રીજી એઆઈયુ રાષ્ટ્રીય મહિલા વિદ્યાર્થી સંસદ 2024-25 માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી યુનિવર્સિટી ની વિદ્યાર્થીઓનો સન્માનિત પણ કરવામાં આવેલ કુલપતિ પ્રો અમીબેન ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ યોજનાર આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ સારસ્વત અતિથિ તરીકે શ્રી જગદીશ મામિદલા, પૂર્વ અધ્યક્ષ યુજીસી નવીદિલ્હી ઉપસ્થિત રહેલા હતા. રાજ્યપાલએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે આત્મિક વિકાસ તરફ પણ પ્રયાણ કરવા સંદેશ આપ્યો હતો.
વિદ્યાર્થીઓને સંબોધતાં રાજ્યપાલએ કહ્યું કે, પરિશ્રમ અને સમર્પણના પરિણામરૂપે તેઓ આજે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે. માતા-પિતા, સમાજ અને રાષ્ટ્રને વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષાઓ હોય છે. જે યુવાન આ ત્રણેયની ભાવનાઓનું સન્માન કરે છે, સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનાં શિક્ષણ અને આવડતનો ઉપયોગ કરે છે તેને સફળ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે સાચી શિક્ષા એ છે કે, જે માત્ર નોકરી માટે નહીં, પણ સમાજ માટે ઉપયોગી બને. તેમણે વૈદિક સંદર્ભ આપતાં કહ્યું કે, સા વિદ્યા યા વિમુક્તયે – સાચી વિદ્યા એ છે જે મુક્તિ તરફ લઈ જાય. આપણી ભારતીય વિદ્યા પરંપરાનું આ પરમ ધ્યેય છે.
રાજ્યપાલએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉજવાયેલા ‘વિકસિત ભારત’ અને ‘આતમનિર્ભર ભારત’ અભિયાનનો ઉલ્લેખ કરતાં યુવાનોએ આ દિશામાં પોતાની ભૂમિકા ભજવવાની અપીલ કરી. રાજ્યપાલએ ‘વસુધૈવ કુટુંબકમ્’ ની ભાવનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, જ્યારે આપણું કુટુંબ મજબૂત હોય, ત્યારે જ આપણે સમગ્ર વિશ્વને પણ કુટુંબરૂપે જોઇ શકીએ। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આ પરંપરાને મજબૂત બનાવી એક શક્તિશાળી ભારતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજનો દીક્ષાંત સમારંભ માત્ર ઔપચારિકતા નહોતો, પરંતુ આ સમારોહમાં સત્સંગ જેવી પવિત્રતા અને ઊંડાણ હતું. તેમણે કહ્યું કે, મંચ પરથી જે વક્તવ્યો અપાયાં, એ ભાષણ નહોતાં, પરંતુ સંતોના પ્રવચન સમાન, જ્ઞાનથી ભરપૂર અને આત્માને સ્પર્શ કરતાં લાગ્યાં. આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય અને તેમની ટીમને છેલ્લા વર્ષો દરમિયાન યુનિવર્સિટીએ મેળવેલી સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યાં અને યુનિવર્સિટીની પરિવારભાવનાથી આગળ વધવાની ભાવનાને ખાસ વખાણી હતી. તેમણે ઉમેર્યું કે, યુનિવર્સિટી સતત પ્રગતિની દિશામાં આગળ વધી રહી છે.
મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જ્ઞાન અને માહિતી વચ્ચેનો ભેદ સમજાવતાં કહ્યું હતું કે, જ્ઞાન અને માહિતી વચ્ચે પાતળી ભેદરેખા છે, શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય તે માહિતી છે અને આ માહિતીનો સમાજ તથા લોક કલ્યાણ માટે ઉપયોગ થાય તેને જ્ઞાન કહેવાય છે. મંત્રી ઋષિકેશ પટેલે રેડિયો અને આજની ટેકનોલોજીની વાત કરતાં જણાવ્યું હતું કે, રેડિયોને લોકો સુધી પહોંચતા 15 વર્ષ થયા હતા પરંતુ આજની ટેકનોલોજી ગણતરીના દિવસોમાં કરોડો લોકો સુધી પહોંચી શકે છે. આજે વિજ્ઞાન, સાહિત્ય અને અધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ થયો છે. ડિગ્રી એ માત્ર અર્થોપાર્જન માટે જ નથી. ડિગ્રીનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરવો જોઈએ.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે આપ સૌએ વિવિધ વિષયોમાં પદવી પ્રાપ્ત કરી છે અને આવનારા સમયમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશો, ત્યારે આપણી જવાબદારી સમજી પરિવાર, સમાજ અને રાષ્ટ્રહિત માટે કાર્યરત થઈએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047માં યોગદાન આપીએ.
વિદ્યાર્થીઓએ મેળવેલા જ્ઞાનને જીવનનું પથપ્રદર્શક ગણાવતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, યુવા વિદ્યાર્થીઓએ જ્ઞાન અર્જિત કરી હવે યોગ-ક્ષેમ માટે આગળ વધવાનું છે. ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા અને પરાક્રમની વૃત્તિ કેળવનાર નચિકેતા જેવા નવયુવાનોની દેશને જરૂર છે. ગીતાના ઉપદેશને ટાંકી તેમણે જ્ઞાનની મહત્તા સમજાવી હતી.મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીએ હજારો યુવાઓનું શિક્ષિત બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. મંત્રીએ ડિગ્રી પ્રાપ્ત કરવાની સાથે વિવેક, પ્રામાણિકતા, મૂલ્યનિષ્ઠતાના ગુણો કેળવવાની વિદ્યાર્થીઓને શીખ આપતા ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવાંજલી અર્પી હતી.
યુ.જી.સી.ના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર એમ. જગદેશ કુમારે જણાવ્યું કે, NIRFના ૨૦૨૪ના રેન્કિંગ મુજબ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)એ ભારતમાં ઓપન યુનિવર્સિટીની શ્રેણીમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. ઓપન યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવું એ પરિપક્વતા, દ્રઢ નિશ્ચય અને ધગશનો માર્ગ છે. જેલના કેદી, ગૃહિણી, નોકરિયાત, બિઝનેસમેન એવા કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિ ઓપન યુનિવર્સિટીમાંથી એક સમાન શિક્ષણ મેળવી શકે છે.
આ પણ વાંચોઃ Vadtaldham સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં જરૂરિયાતમંદોને ચંપલોનું વિતરણ
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી ડૉ. અમીબેન ઉપાધ્યાયે યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક કાર્યો અને ઉપલબ્ધિઓનો ચિતાર પ્રસ્તુત કર્યો હતો. તેમણે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવનાર સમરસતા એવોર્ડની જાહેરાત પણ કરી હતી.રાજપાલના હસ્તે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાટણ રિજનલ સેન્ટરને શ્રેષ્ઠ રિજનલ સેન્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના અધ્યાપકો, પદવી મેળવનારા વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા – વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ અમેરિકામાં વસતા ભારતીયો માટે ગૌરવની ક્ષણ, ન્યૂયોર્કમાં 14 એપ્રિલ 'Ambedkar Day' જાહેર કરાયો