Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Interesting Case : 17 વર્ષની ઉંમરે બોગસ માર્કશીટ બનાવનાર ડોક્ટરને 60 વર્ષની ઉંમરે 3 વર્ષની સજા

Interesting Case : અમદાવાદના એક ડોક્ટર ( doctor) ને 43 વર્ષે 3 વર્ષની કેદની સજા થઇ છે. આ ડોક્ટરે ( doctor) 17 વર્ષની ઉંમરે બોગસ માર્કશીટના આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો હતો અને ત્યારબાદ તેણે આખી જીંદગી ડોક્ટરની પ્રેક્ટીસ પણ...
interesting case   17 વર્ષની ઉંમરે બોગસ માર્કશીટ બનાવનાર ડોક્ટરને 60 વર્ષની ઉંમરે 3 વર્ષની સજા
Advertisement

Interesting Case : અમદાવાદના એક ડોક્ટર ( doctor) ને 43 વર્ષે 3 વર્ષની કેદની સજા થઇ છે. આ ડોક્ટરે ( doctor) 17 વર્ષની ઉંમરે બોગસ માર્કશીટના આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો હતો અને ત્યારબાદ તેણે આખી જીંદગી ડોક્ટરની પ્રેક્ટીસ પણ કરી હતી પણ તેની સામે થયેલા બોગસ માર્કશીટના કેસનો ચૂકાદો 43 વર્ષ પછી આવ્યો છે અને તેમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે આ ડોક્ટરને ત્રણ વર્ષની સજા અને 10 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. ડોક્ટરે 17 વર્ષની ઉંમરે ગુનો કર્યો હતો અને હાલ ડોક્ટરની ઉંમર 60 વર્ષ છે.

17 વર્ષની ઉંમરે ધોરણ 12ની બોગસ માર્કશીટ બનાવી

આ રસપ્રદ કિસ્સાની મળેલી માહિતી મુજબ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા ઉત્પલ અંબુકુમાર પટેલે 17 વર્ષની ઉંમરે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 49 ટકા મેળવ્યા હતા. જેથી તેમને મેડિકલમાં પ્રવેશ મળી શકે તેમ ન હતો પણ તેમને કોઇ પણ ભોગે ડોક્ટર બનવું હોવાથી અને મેડિકલમાં જ જવું હોવાથી તેમણે પોતાને 68 ટકા આવ્યા હોવાની બોગસમાર્કશીટ બનાવી હતી.

Advertisement

1980માં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી લીધું

ઉત્પલ પટેલે બોગસ માર્કશીટના આધારે 1980માં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી લીધું હતું. જો કે ત્યારબાદ તેમણે આચરેલા કૌભાંડની હકિકત બહાર આવી ગઇ હતી જેથી તેની ખરાઇ કરી તપાસ કરાઇ હતી અને તમામ પ્રક્રિયા બાદ 1991માં ઉત્પલ પટેલ સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

Advertisement

ખોટી રીતે ડોક્ટરની પદવી મેળવી આખું જીવન ડોક્ટરની પ્રેક્ટીસ કરી

ત્યારબાદ કોર્ટમાં સુનાવણી શરુ થઇ હતી. સરકાર પક્ષે ભારપૂર્વક જણાવ્યું કે આરોપી ડોક્ટરે બનાવટી માર્કશીટ બનાવીને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો છે અને ખોટી રીતે ડોક્ટરની પદવી મેળવી આખું જીવન ડોક્ટરની પ્રેક્ટીસ કરી છે. હાલ પણ આરોપી મેડિકલની પ્રેક્ટીસ કરે છે. આરોપીના ગંભીર ગુનાના કારણે અન્ય આશાસ્પદ મેડિકલમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીની બેઠક છીનવાઇ ગઇ છે જેથી આ સમાજ વિરોધી ગુનામાં જો આરોપી પ્રત્યે હળવાશ દાખવાશે તો સમાજમાં વિપરીત અસરો પડશે અને આવી પ્રવૃત્તિ આચરનારાને પ્રોત્સાહન મળશે.

ડોક્ટર ઉત્પલ અંબુકુમાર પટેલને 3 વર્ષની સજા

તમામ દલીલો બાદ કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ડોક્ટર ઉત્પલ અંબુકુમાર પટેલને 3 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ધોરણ 12ની પરીક્ષામાં માત્ર 48.48 ટકા માર્ક મેળવ્યા હતા પણ ત્યારબાદ તેણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્જની કચેરીમાંથી કોઇ પણ પ્રકારે કોરા લટર હેડ અને કોરી માર્કશીટ મેળવી લઇ તેમાં પોતાના માર્કસ વધારી 68 ટકા કરી નાખ્યા હતા અને શિક્ષાપાત્ર ગુનો કર્યો છે.

આરોપીનું ગુનાહિત કૃત્ય સમાજ વિરુદ્ધ

કોર્ટે અવલોકન કર્યું કે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ જો સમાજમાં આ પ્રકારનું આચરણ કરે તો અન્ય લોકો પણ આવો ગુનો પ્રેરાય. આરોપીનું ગુનાહિત કૃત્ય સમાજ વિરુદ્ધ છે. અને આવા કૃત્યના કારણે સમાજમાં અન્ય લોકો પણ પુનરાવર્તન ના કરે તે જોવાની અદાલતની ફરજ છે. ત્યારબાદ કોર્ટે આરોપી ડોક્ટરને પ્રોબેશનનો લાભ આપવાની માગ ફગાવી દીધી હતી અને સજા ફટકારી હતી.

આ પણ વાંચો----REALITY CHECK MISSION: ગુજરાત ફર્સ્ટના નીડર પત્રકાર દ્વારા શહેરમાં વેચાતા ઘીનો કરાયો પર્દાફાશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×