Ahmedabad: થલતેજમાં અંજની માતા મંદિરમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા, મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું
- દેશભરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી
- અમદાવાદના થલતેજમાં અંજની માતા મંદિરમાં ઉજવણી
- મંગળા આરતી હવન પૂજાપાઠ મહાપ્રસાદીનું આયોજન
- કેળા, સંતરા, નારિયેળ સહિત ફળોથી વિશેષ ડેકોરેશન
આજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી (Hanuman Jayanti Celebration) થઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરના અલગ અલગ શહેરો અને ગામમાં હનુમાનજીના મંદિરો (Hanumanji Temple) માં વિશેષ પૂજા અર્ચના અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કેળા, સંતરા, નારિયેળ સહિત ફળોથી વિશેષ ડેકોરેશન
ત્યારે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારના અંજની માતા મંદિર (Ahmedabad Anjani Mata Temple) જ્યાં પવનપુત્ર હનુમાનની સાથે તેમના માતા અંજની પણ બિરાજમાન છે.ત્યાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન અહીં મંગળા આરતી હવન પૂજાપાઠ મહાપ્રસાદી અને પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન હનુમાનજીને ફળ પ્રિય હતા જેથી કેળા સંતરા નારિયેળ સહિત જેવા વિવિધ ફળોની મદદથી ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે.
હનુમાન જયંતીને લઈ મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું
અંજની માતા મંદિર (Anjani Mata Temple) નાં મહંત વિજયદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આજે શનિવારે હનુમાનજી જન્મોત્સવને લઈ અનેક કાર્યક્રમનું આયોજન મંદિર પરિસર ખાતે અનેજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વહેલી સવારે 4 વાગ્યે હનુમાનજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ 8 વાગ્યે આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સાંજે સાત વાગ્યે સંતવાણી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન જયંતીને લઈ હજારોની સંખ્યામાં ભક્તો હનુમાનજીનાં દર્શન કરવા પધારે છે.
આ મંદિરમાં અંજની માતા અને હનુમાનજીનું એક જ જગ્યાએ સ્થાન
ત્યારે ગુજરાતનું એકમાત્ર એવું અંજની માતાનું મંદિર (Ahmedabad Anjani Mata Temple) છે. જ્યાં મા અંજની માતા અને દીકરા હનુમાનજીનું એક જ જગ્યાએ એક જ સ્થાન હોય. તેમજ ખૂબ જ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાની આ જગ્યા છે. અહીંયા ભક્તો ખૂબ જ ઉલ્લાસ અને આનંદ હનુમાન જયંતી મહોત્વ ઉજવવા તેમજ સંતવાણીનાં પ્રોગ્રામમાં તેમજ મહાપ્રસાદ લેવા પધારે છે.
આ પણ વાંચોઃ Gandhinagar: આવતીકાલે બિનહથિયારી PSI ભરતીની લેખિત પરીક્ષા યોજાશે, 340 જેટલી શાળાઓમાં પરીક્ષાનું આયોજન